Tuesday, July 31, 2012

Samaj Utkarsh Volume No 573 June 2012



To read
Pages 1 to 8 of Samaj Utkarsh click here

To read Pages 9 to 16 of Samaj Utkarsh click here

To read Pages 17 to 24 of Samaj Utkarsh Click here


Note : Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

Top 10 tips to avoid back aches

Looking after your back, is by far, one of the most important things you can do as part of your daily routine.

Anyone who’s ever had a back ache will agree on how it affects every other aspect of your life and can range from mild discomfort to being utterly debilitating.

Taking care of your back


The back extends from the neck, down to the buttocks, lending support to many structures and organs en route like the ribs and the pelvis. The back is formed by bones called vertebrae which are placed one on top of the other to form the spine.

There are many causes of backaches and most of them can be prevented by applying some basic principles, while others are serious enough to prompt a visit to the physician. Here are some general tips one can follow to keep the back in good shape.

Top 10 tips for a healthier back:


1) Pay attention to your posture:

This cannot be said enough. Slouching, sitting on sofas which do not offer firm support to the back and sleeping in an awkward position may give you a stiff back the next morning. Reclining in a chair without support to the lower back in the form of a cushion is a no-no. Sleeping on the side in the foetal position is the best way to take the pressure off a weak back.


2)Maintain optimum weight:

When you put on more weight than your frame can carry, you put pressure on the muscles of the back and abdomen which were not designed to be overloaded. This kind of backache is simply the muscles protesting against the added burden.

3)Avoid direct pressure on the spine:

When someone other than a professional offers to give you a back massage they may put pressure directly over the spine. This is a wrong technique and may further compound the problem. The best way is to massage on both sides of the spine in a symmetrical fashion with circular motions.

4) Be active and on the move:

Being in any one posture for long intervals of time causes a sore back. If you have a desk job, make sure you walk during your coffee and lunch breaks. This improves your blood circulation and uses the muscles to an extent

5) Bend correctly:

While bending, one must remember not to bend from the waist but from the knees keeping the back straight as far as possible. This is especially important while lifting luggage or heavy items.

6) Increase exercise reps slowly and steadily:

Many people injure their backs while working out in the gym because of lack of correct instruction. Overdoing abdominal crunches, using heavier weights than you are used to and increasing your reps drastically will land you with a bad back. You land up with a muscle strain and then have to ease off or avoid the workout altogether.

7) For an acute backache:

Put up your feet and get some rest. Use ice packs a few times a day for the first two days, then switch over to heat in the form of hot compresses or a hot water bag.

8) Stretch a sore back:

Stretching is a great way to relieve backache. While lying flat on the bed, bring your knees slowly to your chest and put a little pressure then relax and repeat. This is helpful for lower back pain.

9) Get out of bed right:

When the alarm clock rings every morning the first thought is to hurry out of bed. Resist the thought and take your time. First roll over to the edge of the bed and lie flat on your back. Then bring your feet down to the floor and bend your upper body sideways. Do not get up vertically and sit in bed as that puts a lot of pressure on the back.

10) Medication:

An aspirin a day can help chronic backaches, which last for days together due to their anti-inflammatory effect. An alternative is ibuprofen or another NSAID. Before starting on medication, check with your doctor first.

11) Bonus tip!
 Join a yoga or t’ai chi class:
The stretches in yoga and t’ai chi when done correctly will strengthen back muscles so make sure you find a good instructor for whatever you choose to follow. Backache will be a thing of the past.

Written by Dr Nisreen Nakhoda, General Physician

Monday, July 30, 2012

Queen Elizabeth's Olympics Helicopter Jump with James Bond

"A royal arrival unlike any we have ever seen." Queen Elizabeth showed her sense of humour by agreeing to do a helicopter jump with James Bond for the London Olympic Games 2012 Opening Ceremony.



Queen's stunt double was Gary Connery

Sunday, July 29, 2012

ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

આપણે સમાનતા અને સમાજવાદનો જયઘોષ અવારનવાર સાંભળીએ છીએ; પણ વ્યવહારમાં સમાજ બે વર્ગમાં વીભાજીત છે – એક અતીપૈસાદાર અને બીજો અતીગરીબ વર્ગ. ઝડપી ઔદ્યોગીકરણ, જમીનદારી તથા રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારને કારણે એક વર્ગ પાસે અબજોની સમ્પત્તી એકત્રીત થયેલી છે. જ્યારે બીજો વર્ગ તદ્દન ગરીબ છે, પુરતું બે સમય જમવાનું પણ મળતું નથી. ધનવાન – શોષક વર્ગ ધનમાં આળોટે છે અને ગરીબ – શોષીત વર્ગ ધુળમાં આળોટે છે. ગરીબ વર્ગ ધનીક વર્ગના દાબ–દબાણ અને પોતાની મજબુરીના કારણે શોષક વર્ગને પોતાનો સહયોગ આપે છે; પણ અંદરથી તેઓની ધનવાન પ્રત્યેની નફરત વધતી જાય છે, જે સામ્યવાદી અને નક્સલવાદી વીચારધારાને આમન્ત્રણ આપે છે.
આવું જ શોષણનું એક નવું ક્ષેત્ર ‘ધર્મ’ ધીમેધીમે વીકાસ પામી રહ્યું છે. પરમપુજ્યો અને ધર્મધુરન્ધરો એક બાજુ લોકોને સાદું જીવન જીવવાનો તથા જીવનામાં ત્યાગ અને અપરીગ્રહનો અમલ કરવાનો ઉપદેશ આપે છે; તો બીજી બાજુ પોતે સંસ્થા કે ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્ર કરી પોતાના પરીવારના સભ્યો – પુત્ર/પુત્રી, ભત્રીજા/ભત્રીજી, જમાઈ વગેરેને પોતાના વારસદાર પ્રસ્થાપીત કરીને, ‘જાહેરટ્રસ્ટ’ને બુદ્ધીપુર્વક અને ચાલાકીથી ‘પરીવારટ્રસ્ટ’માં પરીવર્તીત કરી દે છે. આ ટ્રસ્ટનો વહીવટ પોતાના પરીવારના વારસદારો જ કરે છે અને તે દ્વારા તેઓ નીર્વીધ્ન ટ્રસ્ટની સમ્પત્તીનો ઉપભોગ પણ કરે છે.
ભક્તો પોતાનો ભવ અને પુનર્જન્મ સુધારવા ઈશ્વરના નામે, ધર્મના નામે, સમાજ ઉદ્ધારના નામે, ધર્માચાર્યોની વાતોથી અંજાઈ તેમને તન, મન, અને ધન અર્પણ કરે છે અને ધર્માચાર્યો આમાંથી થોડુંક જ સમાજસેવા માટે વાપરી બાકીનું બધું ટ્રસ્ટમાં જમા કરે છે. આને કારણે ભક્તો ગરીબ થતાં જાય છે અને ધર્મસ્થાનો– ધર્માચાર્યો પૈસાદાર થતાં જાય છે. જ્યારે ભક્તો જાણે છે, સમજે છે કે આ ધર્મની મીઠી–મીઠી વાતો પોતાની પુત્રેષણા, વીત્તેષણા અને લોકેષણા માટે જ કરવામાં આવતી હતી ત્યારે તેઓનો ધર્મ અને ઈશ્વર પ્રત્યેનો વીશ્વાસ ડગી જાય છે, અને તેમના હૃદયમાં નાસ્તીકતાની ધુન સવાર થાય છે જે ઉતારવી કઠીન બને છે.
ટુંકમાં, નાસ્તીકતાના પ્રચારમાં ધ.ધુ.ઓ અને પ.પુ.ઓની અતી પુત્રેષણા, શીષ્યોનાં ટોળેટોળાં એકઠાં કરવાની ભાવના, વીત્તેષણા, મઠ, આશ્રમ અને ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્રીત કરી તેનો વહીવટ પોતાના પરીવારમાં જ રાખવો તેવી મલીન મનીષા અને લોકેષણા – ઈશ્વરના સ્થાને પોતાને પ્રસ્થાપીત કરી પોતાની ભગવાનના સ્થાને પુજા કરાવવી, આ જવાબદાર છે.
–નાથુભાઈ ડોડીયા

Friday, July 27, 2012

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ?

આસ્તીક લોકો મન્દીરમાં ભગવાનના દર્શને જાય છે. આમાંથી મોટા ભાગના લોકો ભગવાન પાસે સારી નોકરી, બઢતી, પોતાના કે પોતાના દીકરા–દીકરીનાં લગ્ન, ધન્ધા રોજગારમાં પ્રગતી, પરીક્ષામાં ઉંચા ટકાએ પાસ થવા અને સારી લાઈન અને સારી કૉલેજમાં પ્રવેશ વગેરેની માંગણી કરે છે. આ બધી આર્થીક સમૃદ્ધીઓની માંગણી છે. બીજી બાજુ ભગવાન તો ન્યાયકારી છે. કર્મનું ફળ યથાયોગ્ય આપે છે. સહેજ પણ વધારે કે ઓછું નહીં. અહીં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, ભગવાન કર્મ કે પુરુષાર્થ કર્યા વગર ભક્તોની માંગણી પુરી કરે છે ખરા ? આનું સમાધાન મેળવવા માટે ભક્તોએ મન્દીર સાથે ધનીષ્ઠ સમ્બન્ધ ધરાવતી બે વ્યક્તી – પુજારી અને ભીખારીના વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. તો જ ભક્તોને સાચી પરીસ્થીતી સમજાશે.
પુજારી ભગવાનની આરતી ઉતારી તેની થાળી, ભગવાન પાસે નહીં; પણ ભક્તો સામે–ભક્તો માટે મુકે છે. આવી જ રીતે ભીખારી ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસે માંગે છે. આ બન્ને સારી રીતે સમજે છે કે આપણા પુરુષાર્થનું ફળ ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસેથી પ્રાપ્ત થશે. ટુંકમાં, ભગવાન તો પ્રેરણા આપે છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે.

Thursday, July 26, 2012

Death


 
Native : Wankaner
Currently At : Borivali,Mumbai
Name of the deceased : Chandanben Rasiklal Doshi
Age : 66 Years
Date of Death : 24-07-2012
Husband : Late Rasiklal Jivraj Doshi
Son : Nishit
Daughter-in-Law : Sonal
Grand Son : Jugal
Brothers-in-Law (Jeth) : Late Shantibhai, Jevatbhai,Manharbhai, Vasantbhai
Father :Late Jayantilal Pranjivandas Shah

May her soul rest in peace


વાંકાનેર (હાલ બોરીવલી) ગં.સ્વ. ચંદનબેન રસીકલાલ જીવરાજ દોશી (ઉં.વ. ૬૬) તે નિશિતના માતુશ્રી. અ.સૌ. સોનલના સાસુ, ચિ. જુગલના દાદીમા, તે સ્વ. શાંતિભાઈ, જેવતભાઈ, મનહરભાઈ, વસંતભાઈના નાના ભાઈના પત્ની, તે સ્વ. જયંતીલાલ પ્રાણજીવન શાહના પુત્રી મંગળવાર તા. ૨૪-૭-૧૨ના અરિહંતશરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે). રહેઠાણઃ ઈ-૨૪, બીના-ભાવના સોસાયટી, ગીતાંજલી નગર, સાંઈબાબ મંદિર રોડ, બોરીવલી (વેસ્ટ).

Olympic Games- Skit

 "Olympic Games" An amazing skit with multiple performers, including kurokos dressed in black.


Jeux Olympiques (Kasou Taishou) olympic games by revotrx

Wednesday, July 25, 2012

ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?

આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.

આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં  સૌથી વધુ આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા, ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા  હોય તો પણ; આવા લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર આધારીત છે.

આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.

આ દેશમાં પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે. આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?

સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ  માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત  દેશ કદી વીકસીત નહીં બની શકે !

-કીરણ એ. સુર્યાવાલા, સુરત

Tuesday, July 24, 2012

PRESIDENTIAL POWER


Front cover of Tamil magazine Thuglak; Editor: Cho Ramaswamy (Translated):

Excellent job opportunity for the old, aged and infirm.

Nature of Job: President of India

Age: 35 and above. Preference will be given to those over 80.

Job Content: (i) Console people on Republic Day after the flag-hoisting.
(ii) Keep pursuing mercy petitions from murderers without taking any decision.
(iii) Frequent travel abroad with family.
(iv) Salary: 1,50,000 p.m.
(v) Perks: Space is not sufficient to list. Booklet will be sent on payment of Rs 10/- by crossed postal order.

How a "Gambling Computer" Works

Small personal casino gambling computers can predict the winning hand on the blackjack table or the winning numbers on the roulette table

Monday, July 23, 2012

‘ધર્મ અને વીજ્ઞાન’

‘કહેવાતો ધર્મ પોતાનાં કપોળ કલ્પીત સત્યોને આખરી માને છે. જ્યારે વીજ્ઞાન પોતાની દરેક શોધને એક શરુઆત ગણે છે. ધર્મો પાસે ભીન્ન ભીન્ન અને પરસ્પર વીરોધી વીચારો છે; જ્યારે વીજ્ઞાનનું સત્ય સર્વત્ર એક સરખું જ હોય છે.’

પ્રસ્તુત મુદ્દો ચીંતનતુલ્ય છે. ઈશ્વર અને ધર્મ વીશે પ્રત્યેક ધર્મોમાં જુદા જુદા નીયમો અને જુદા વીચારો હોય છે. પરંતુ હૉસ્પીટલોમાં દરેક ધર્મ કે કોમના માણસની માઈલોગ્રાફી, એક્સરે કે કાર્ડીયોગ્રામ કરવાની પદ્ધતી એક સરખી હોય છે. ઈશ્વરના પુજા-પાઠ અને ખુદાની બંદગી વચ્ચે તફાવત હોય શકે; પણ કમળો, ટાઈફોઈડ કે હાર્ટએટૅક માટેની ટૅબ્લેટો સૌની સરખી. ગીતાના શ્લોકો અને કુરાનની આયાતોમાં ફેર હોય શકે; પણ રામ અને રહીમને હૉસ્પીટલમાં ક્સીજન આપવામાં આવે તે ક્સીજનમાં કોઈ તફાવત નથી હોતો. હજયાત્રા અને જગન્નાથની રથયાત્રામાં ફરક માત્ર સ્થળકાળનો… બાકી એરોપ્લેનના પૈંડા અને રથના પૈંડા વચ્ચે તાત્ત્વીક રીતે ઝાઝો ફેર નહીં. બન્નેનું કામ આગળ વધવાનું… બન્નેની વીધીમાં ફેર; પણ ગતીવીધીમાં કોઈ ફેર નહીં.

વીજ્ઞાનનું મોટું સુખ એ કે એમાં હમસચ્ચાઈનો કોઈ અવગુણ નથી હોતો. એકવાર શોધાયેલા સત્યથી વીપરીત એવું કોઈ બીજું સત્ય લાધે તો વીજ્ઞાન કશી નામોશી અનુભવ્યા વીના તે સ્વીકારી લે છે. આવું  એટલા માટે બને છે કે વીજ્ઞાન (માનવબુદ્ધી વડે જન્મેલો) અલ્લાદીનનો જાદુઈ ચીરાગ છે. પણ એને માટે વીજ્ઞાનીઓ  વચ્ચે કોઈ સ્પર્ધા નથી. સૌનો એક જ લક્ષ્યાંક… સત્યની શોધ. આનંદની વાત એ કે વીજ્ઞાનના કોઈ મઠો, આશ્રમો, મંદીરો કે સંપ્રદાયો નથી. વીજ્ઞાન એટલે બુદ્ધીના બલ્બમાંથી નીકળતાં તેજકીરણો… જેનાથી સમગ્ર સૃષ્ટી ઝળહળી રહી છે. વીજ્ઞાનને અહમ્ પણ નથી. (બુદ્ધીનો સદુપયોગ કરવા માટે કોઈને NOCની જરુર પડતી નથી.) સંશોધન કોઈ એકનો ઈજારો નથી. ધર્મમાં ઈર્ષા, દેખાદેખી, પદ, પ્રતીષ્ઠા અને અહમ્ નો ફુગાવો હોય છે. સાહીત્યના એક ટોચના ચીન્તકને સાંભળવા બીજા એવા જ મોટા સાહીત્યકારો ભેગાં થઈ શકે. પણ એક ધર્મગુરુનું પ્રવચન સાંભળવા બીજા સંપ્રદાયનો ગુરુ કે તેમના ચેલાઓ ના ફરકે. એમની પાસે જ્ઞાન અને શ્રદ્ધાની સીલક ઓછી પણ; અહમ્ ની આવક ‘પેટી’ અને ‘ખોખા’ (‘પેટી’ એટલે લાખ અને ‘ખોખું’ એટલે કરોડ)માં ગણાય તેટલી…! એક વીજ્ઞાની અન્ય વીજ્ઞાનીના પ્રયોગો જુએ, વીચારે, વખાણે અને જરુર પડ્યે પોતાના જ્ઞાન વડે તેનું નવસંસ્કરણ કરવાનીય કોશીષ કરે. પરંતુ એક ધર્મગુરુ બીજા ધર્મગુરુના વીચારોની ટીકા કરતા જ જોવા મળે… વખાણ તો કદી નહીં.

આ બધી વાત આજે એટલા માટે યાદ આવી કે હમણા ‘સુપ્રસીદ્ધ ચીન્તક બટ્રાન્ડ રસેલનું વીધાન વાંચવા મળ્યું. ‘જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તેમ જ માન્યતાઓને વેદવાક્ય માની માથે ચઢાવીને ફર્યા કરશે ત્યાં સુધી ઉજ્જવળ માનવ સંસ્કૃતીની આશા સેવવી એ કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા જેવું બની રહેશે.’

 આજે સમાજનાં ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા વીરોધી કાયદાની તાતી જરુરીયાત છે. તેમણે કહ્યું હતું કે મેલી વીદ્યા, નજરબંધી, એકના ડબલ કરવા, માતાજીના નામે રોગ નીવારણ, પશુનો બલી આપવો, તેમ જ ભગત-ભુવા કે ડાકણ-ભુત જેવી અનેક અંધશ્રદ્ધાઓ ગામડાં તથા શહેરોમાં હજી પ્રવર્તે છે. એકવીસમી સદીમાં પણ આપણો સમાજ આવી જર્જરીત મનોદશામાં જીવે છે તે દુ:ખદ બાબત છે.

અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. 

  હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી ની નીચેની ‘ધર્મ   અને   વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.

‘ધર્મ   અને   વીજ્ઞાન’

અંધશ્રદ્ધા   છે   આંધળી, વહેમને   વંટોળે   વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે  અટપટાં યંત્રો  શોધી,  ફીટ  કર્યાં  ફૅક્ટરીમાં;

આપણે   સીદ્ધીયંત્રો  બનાવી, ફીટ  કર્યાં  ફોટામાં.

પશ્ચીમે   ઉપગ્રહ   બનાવી, ગોઠવી   દીધા  અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા  અંગુઠીમાં.

જાપાન વીજાણુ  યંત્રો  થકી, સમૃદ્ધ  બન્યું  જગમાં;

આપણે  વૈભવલક્ષ્મીનાં વ્રતો  કરી, ગરીબી  રાખી  ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક  અભીગમથી  બળવાન  બન્યો  વીશ્વમાં;

આપણે  ધાર્મીક  કર્મકાંડો  થકી, કંગાળ  બન્યા  દેશમાં.

પશ્ચીમે  પરીશ્રમ  થકી, સ્વર્ગ  ઉતાર્યું  આ લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી   કરી, સ્વર્ગ    રાખ્યું   પરલોકમાં.

ડવર્ડ  જેનરે  રસી  શોધી, શીતળા  નાબુદ  કર્યા  જગમાં;

આપણે  શીતળાનાં  મંદીર  બાંધી, મુર્ખ  ઠર્યા  આખા  જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી  જયારે  જગત  આખું   છે  ચીંતામાં;

આપણે  વૃક્ષો જંગલો  કાપી, લાકડાં  ખડક્યાં    ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ  ને  વળગાડ, લોકોને પીડે  આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા  ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી   બ્લડ   ચૅક   કરી, ઍંગેજમેન્ટ   કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં  થાય  આ  દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

 

-દીનેશ પાંચાલ (થોડું ટૂંકાવીને )

 

Sunday, July 22, 2012

Unpredictable Animals

 We all know that pets and animals do unexpected things, especially on camera. 

Saturday, July 21, 2012

રૅશનલ વસીયત

મારા જીવનના અંતીમ દીવસો અને અંતીમક્રીયા બાબતમાં હું મારી ઈચ્છાઓનું વસીયતનામું નીચે પ્રમાણે કરું છું –

જો મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં અકસ્માત અથવા અસાધ્ય બીમારીઓથી જો હું લાંબા સમય સુધી બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો જાઉં અથવા નીર્ણય કરવા અક્ષમ થાઉં, યોગ્ય ડૉક્ટરો મારા મગજને મૃત જાહેર કરે, ફક્ત વેન્ટીલેટર્સના સહારે જીવતો રાખવામાં આવે, યોગ્ય સારવાર કરવા છતાં જો કોઈ ઉપાય કારગત થાય તેમ ન હોય, સામાન્ય (નોર્મલ) સ્થીતી થવાની કોઈ શક્યતા ન હોય, તો મારા કુટંબના સભ્યોએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી, મારા શરીરના પીડારહીત સરળ મોત (યુથનેસીયા)નો નીર્ણય લઈ લેવો અને એ માટે નીર્ણય લેનાર કોઈને કાયદાકીય કે સામાજીક રીતે જવાબદાર ગણવા નહીં. 

એ પછી મારા શરીરનાં વધારેમાં વધારે શક્ય અવયવો જેવાં કે આંખો, ચામડી, લીવર, પેન્ક્રીયાસ, કીડની, બોનમૅરો વગેરે વગેરે જરુરીયાતવાળા યોગ્ય દરદીને યોગ્ય રીતે મળી શકે એ માટે વીશ્વાસુ હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સમ્પર્ક કરી દાન કરી દેવાં. બાકીનું શરીર પણ મૅડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને શીક્ષણ માટે દાન કરી દેવું.

અવારનવાર પહાડોમાં મુસાફરી કરતો હોવાથી જો દુરના પ્રદેશોમાં મને અકસ્માત થાય અને અવયવદાન કે દેહદાન પણ અશક્ય થઈ જાય તો તેવા સંજોગમાં મારા દેહના અગ્નીસંસ્કારને બદલે ભુમીસંસ્કાર કરવા (મૃતદેહને દાટવો) અને તે પર એક વૃક્ષ રોપવું.

જો ઉપરનાં કારણો સીવાય અલગ પરીસ્થીતીમાં મારું મૃત્યુ થાય તો પણ ચક્ષુદાન અને દેહદાન તો કરવું જ કરવું.

આનો અર્થ એમ નથી કે હું ભૌતીક અને નાશવંત શરીરને ધીક્કારું છું. આખી જીન્દગી મેં મારા પાર્થીવ શરીરને સાચવી રાખવા અને એનો અંત લંબાવવા ભરપુર કોશીશો કરી છે. મારા દેહને અને પૃથ્વી પરના આ જીવનને મેં શ્રેષ્ઠ અને એકમાત્ર જીવન ગણ્યું છે. મૃત્યુ નીશ્વીત છે; પણ એનો સમય નીશ્વીત નથી. એટલે આ શરીરના એક-એક અંગને બીમારી અને પીડામાંથી બચાવવા હું હંમેશાં ઝઝુમ્યો છું. હવે આ રીતે મારા અવયવોનું દાન કરી અવયવની જીન્દગી લંબાવવાનું મને સાર્થક લાગે છે.

મારી અંતીમક્રીયાઓ શાંતીથી કરવી, સ્મશાનયાત્રામાં કોઈ પણ સંજોગોમાં અગીયારથી વધુ વ્યક્તીઓને બોલાવવી નહીં. જો મારું મૃત્યુ હૉસ્પીટલમાં થયુ હોય તો ત્યાંથી જ શરીરનો નીકાલ કરવો, શબ ઘરે લાવવું નહીં. એક સાદી ચાદરમાં મારા મૃતદેહને સાદી રીતે લપેટી લેવો. જો ઘરે મૃત્યુ થયું હોય તો પણ એ પ્રમાણે જ કરવું. નનામી બાંધવી નહીં. જરુર હોય તો એલ્યુમીનીયમની નનામીનો ઉપયોગ કરવો. આરોગ્યની દૃષ્ટીએ જરુર ના હોય તો મારા મૃતદેહને સ્નાન કરાવવું નહીં. ધુપ-દીવો કે અગરબત્ત્તી કરવાં નહીં. સુખડની કે ફુલની માળા પહેરાવવી નહીં. મૃત શરીરને વન્દન કરવા નહીં. જીવનના છેલ્લા સમયને સુધારવાના કે આત્માની સદ્ ગતી માટેનાં ઉચ્ચારણો કરવાં નહીં. એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો.

દેહદાન કે ભુમીદાન શક્ય ન હોય અને જો ઈલેક્ટ્રીક સ્મશાન ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો. સુકાં કોપરાંની વાટી કે કાચની બંગડીઓ બાંધવી નહીં. નાળીયેર, અબીલ કે ગુલાલ વાપરવાં નહીં. મૃતદેહની આગળ બળતાં છાણાંની માટલી લઈ ચાલવું નહીં.રામ બોલો ભાઈ રામ’ કે ‘જય જીનેન્દ્ર’ જેવાં સુત્રો બોલવાં નહીં, કે કોઈ લૌકીક વ્યવહારો પાળવા નહીં.

સમાજની પત્રીકામાં મારા ગામનું અને મારું નામ, ઉમ્મર, અવસાનનું કારણ ખાસ કરીને મારાં અવયવનાં દાન થયાની વીગત જરુર લખવી; પણ ફોટો આપવો નહીં. સગાંઓ સાથેનાં સગપણો લખાવવાં નહીં. પ્રાર્થના કે પ્રાર્થનાસભા રાખવી નહીં. તમામે તમામ પ્રકારના લૌકીક વહેવારો બંધ રાખવા. મારાં કોઈપણ સરનામાં કે ફોન નમ્બર પત્રીકામાં આપવાં નહીં. આત્માના કલ્યાણ માટે નવકાર ગણાવવાનો આગ્રહ રાખવો નહીં.

છેલ્લે, હું કેવી રીતે મૃત્યુ પામ્યો એની લાંબી લાંબી કથાઓ કરવી નહીં. ઘરની દીવાલ પર મારો ફોટો ટાંગીને તેને હાર પહેરાવવો નહીં. ખુણો પાળવો નહીં. સફેદ કપડાં પહેરવાં નહીં. મારી પત્નીએ વૈધવ્ય પાળવું નહીં. જૈન મન્દીરમાં પુજા રાખવી નહીં. અગીયારમું, બારમું, તેરમું કે વરસી વગેરે કંઈ જ કરવું નહીં. ઘરના સભ્યોએ પોતાની માનસીક શાંતી માટે જરુરીયાતમંદોને યથાશક્તી મદદ કરવી. પક્ષી-પ્રાણીઓને ખવડાવવું અને યોગ્ય સંસ્થાઓને દાન આપવું.

આ મારી અંતીમ ઈચ્છા છે અને આ નીર્ણય કોઈ પણ જાતની કડવાશ વીના રાજીખુશીથી, મારી સદ્ બુદ્ધીથી અને સંપુર્ણ જાગૃત અવસ્થામાં લઉં છું.

(સહી): નેમજી મુરજી છેડા 

સૌજન્ય : અભિવ્યક્તિ 

Friday, July 20, 2012

Amazing Donut Driving Skills

 Terry Grant changes the front wheel of his Legend stunt car 1937 Ford Sedan while the car is spinning around doing donuts. 

donut: a driving maneuver which entails rotating the rear or front of the vehicle around the opposite set of wheels in a continuous circular motion.

Thursday, July 19, 2012

ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન

એક એવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ જેમાં માણસે પોતાના એકના એક એવા લાડકા હૃદયની માવજત કરવી પડશે. સહૃદયતા વિનાની સમૃદ્ધિ રાવણત્વની જનેતા છે. ભીના હૃદયના માલિક હોવું એ જ સમૃદ્ધિનું ગૌરીશંકર છે. તાતા, બિરલા કે અંબાણી તો એવા માલિક આગળ ગરીબગુરબાં ગણાય. તમાકુના વિશાળ ખેતર કરતાં નાનકડો તુલસીક્યારો અધિક મૂલ્યવાન છે. રાવણ પાસે સોનાની લંકા હતી તોય એ ગરીબ હતો. શબરી પાસે કેવળ બોર હતાં તોય એ સમૃદ્ધ હતી. પ્રત્યેક માણસ ઉમળકાથી છલકાતું હોય એવું બીજું હૃદય ઝંખે છે. એવું હૃદય હવે હારવાની અણી પર છે.

આજની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચાલાકીના ચાસ પાડતા રહે છે. બધી દુકાનોમાં ચાલાકી વેચાયા કરે છે. બધી ઓફિસોમાં ચાલાકી દળાતી રહે છે. ટેલિફોન પર ચાલાકીથી લથપથ એવા શબ્દો દ્વારા વહેવારની હેરાફેરી થતી રહે છે. ચાલાકીથી થાકેલો આદમી રાત પડે ત્યારે શરાબને શરણે જતો હોય છે. જ્યાં નશો હોય ત્યાં ચાલાકી ગેરહાજર હોય છે. ચાલાકીની ગેરહાજરી માણસને થોડાક કલાકો માટે રાહત આપતી જણાય છે.

ડેનિયલ ગોલમેન પોતાના પુસ્તક ‘ઇમોશનલ ઈન્ટેલિજન્સ’માં માણસની ઊર્મિઓનો મહિમા કરે છે. એ ઊર્મિઓનું મંદિર આપણા હૃદયમાં આવેલું છે. ડેનિયલ હૃદયને ‘ઇમોશનલ બ્રેઇન’ તરીકે ઓળખાવે છે. કેટલાક માણસો પાસે તેજસ્વી મિસ્તષ્ક હોય છે, પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. આવા માણસો બીજું બધું પામે છે, પરંતુ પ્રેમનો પ્રસાદ નથી પામતા. એમના બંગલા પર ચોકીપહેરો હોય છે. બંગલો ભારે રોનકદાર હોય છે. 

ઝીણી નજરે જોઇએ તો બંગલામાં અટવાતી ગરીબી પણ રોનકદાર હોય છે. જે બંગલામાં સંવેદનવૈભવ ન હોય તે બંગલામાં કવિ જઇ શકે? આવો કોઇ સંવેદનશૂન્ય માણસ જે રોગથી કણસે છે તેને ડેનિયલ ગોલમેન ‘ઇમોશનલ ઇલ્લિટરસી’ (ઊર્મિની અભણતા) તરીકે ઓળખાવે છે. કોને ઘરે મહેમાન ન થવું તેની સમજણ કવિઓ, કલાકારો અને કથાકારો પાસે હોવી જોઇએ. દુર્યોધનના મેવા ન ખપે, વિદુરની ભાજી ખપે!
મનમાં એવો વહેમ પડે છે કે આજનો માણસ સામેવાળાનો ઇરાદો પામી જવામાં સફળ થાય છે, પરંતુ સામેવાળાનું હૃદય પામવાનું ચૂકી જાય છે. ટીવી સિરિયલોમાં સામા માણસના મલિન ઇરાદા અંગેની તર્કબદ્ધ અટકળોની જલેબી તળાતી રહે છે. કલ્પનામાં પણ ન આવે એવો સજજન મિત્ર દગો કરે ત્યારે જે હૃદય ભાંગી પડે તે હૃદય ચાલાક માણસનું નથી હોતું. હૃદય ભાંગી પડે તે એટલું તો સાબિત કરે જ છે કે એ માણસને હૃદય હતું! બિઝનેસની બોલબાલા વધી પડે તે સમાજમાં પૈસા ખાતર થતી દગાબાજી વધી પડે છે. 

માનવસંબંધોમાં મીઠાશ ઘટતી જાય અને ગણતરી વધતી જાય ત્યારે માણસની મદદે તમાકુ, શરાબ અને ચરસ આવે છે. શરાબની બદનામી બહુ થઇ છે, પરંતુ એની કરુણતાની કદર થઇ નથી. શરાબ દુ:ખભંજક અને પીડાશામક છે. લાગણીની ભૂખ ન સંતોષાય ત્યારે બીજી ભૂખ જાગે છે. સ્નેહની તરસ ન સંતોષાય ત્યારે બીજી તરસ ઊગે છે. ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન થતું રહે છે. વ્યસનના મૂળમાં ઉમળકાનું અગ્નિસ્નાન રહેલું છે. ઇશ્વર જેવું કોઇ આશ્વાસન નથી. બીજે નંબરે નશો! માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઇ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઇને એ મંદિરે પહોંચી જાય છે. 
મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહીં કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહીં. ભગવાનને દાનપેટીમાં નહીં, હૃદયપેટીમાં રસ હોય છે. ચાલાક માણસ એટલે એવો માણસ, જેનું હૃદય ખાલીખમ હોય છે. 

હૃદય દગો વેઠી શકે, દગો કરી ન શકે. દગો દેવાનું કામ તો હૃદય મિસ્તષ્ક પર છોડી દે છે. કોમ્પ્યzુટર મિસ્તષ્કને ઝીલવાનું કામ કરે ખરું, પરંતુ હૃદયને સમજવાનું કામ કદી નહીં કરી શકે. મિસ્તષ્કનો વિકાસ બહુ થયો, પરંતુ હૃદયની કેળવણી ન થઇ. આજની દુનિયાની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં અવિકસિત હૃદયની અતૃપ્ત ઝંખનાનો હાહાકાર વરતાય છે.ક્યારેક ઘરના ઝાંપે પાટિયા પર સંદેશો લખવાનું મન થાય છે:

ખાલી હાથે આવજો,
પરંતુ
ખાલી હૃદયે ન આવશો.
તમારો અને મારો
સમય મૂલ્યવાન છે.


તમે ચાલાકીથી છલકાતું ઉમળકાવિહીન પ્રવચન સાંભળ્યું છે? પ્રવચન કરનારો યંત્રમાનવ (રોબો) છે કે જીવતો જાગતો મનુષ્ય?ઘણીવાર મનમાં એક વિચિત્ર પ્રશ્ન થયો છે: બહુમતી કોની? છેતરનારા લોકોની કે છેતરાઇ જનારા લોકોની? દગો દેનારા લોકોની સંખ્યા અને દગો પામનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે તેથી જ સમાજ જીવે છે. સમાજમાં કદી પણ ચોરી કરનારા, ખૂન કરનારા, લૂંટ ચલાવનારા અને આતંક મચાવનારા લોકોની સંખ્યા મોટી નથી હોતી. ગમે તેટલી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ આ બાબત ભૂલવા જેવી નથી. 
થોમસ પેઇન પોતાના પુસ્તક, ‘ધ એજ ઓફ રીઝન’ માં વિધાન કરે છે: ‘મારું મન એ જ મારું ચર્ચ છે.’ જો આ વિધાન સાચું હોય તો પછી ચર્ચમાં જવાની જરૂર ખરી? માણસ મંદિરે કે મિસ્જદે જાય છે અને ત્યાંથી બહાર આવીને પોતાના રોજિંદા કામે લાગી જાય છે. એમાં કશું ખોટું પણ નથી. એના મનની વૃત્તિમાં કોઇ જ ફેર ન પડે ત્યારે થાય છે કે પૂજા કે નમાજ કેવળ વિધિ કે બાહ્યાચાર છે. રોજ આવો વ્યાયામ કરવાથી મનમાં મંદિર નથી રચાતું. દાણચોરની દાણચોરી ચાલુ રહે છે. ઓફિસરનો ભ્રષ્ટાચાર ચાલુ રહે છે. બિલ્ડરની છેતરપિંડી ચાલુ રહે છે. ઇશ્વર લાચાર છે.

ટેક્નોલોજી નવા ધર્મનો લેબાસ ધારણ કરીને આપણી સમક્ષ આવી પહોંચી છે. ગણપતિને સ્થાને કોમ્પ્યુટર ગોઠવાઇ જાય છે. 

ટેલિકોમ્યુનિકેશનને કારણે ભૌતિક અંતરનું મૃત્યુ (ડેથ ઓફ ડસ્ટિન્સ) શક્ય બન્યું છે. ઇશ્વર સગવડ બનીને પોતાની કૃપા વરસાવી રહ્યો છે. પેઇનકિલરની ગોળી મનુષ્ય માટે પીડાહારિણી માતા બની રહે છે. દુનિયા નાની થતી જાય છે, પરંતુ હૃદયની વિશાળતા વધતી નથી. માણસની લાગણીના પરિઘમાં ક્યારેક માતા-પિતા પણ હોતાં નથી! જે પરિવારમાં ચાલાકીને કારણે અંદરનો ઉમળકો ભાગી છુટ્યો હોય, એવા ઘરમાં મહેમાન બનવાનો અભિશાપ આકરો લાગે છે. વૃક્ષો વિનાના બોડા ડુંગર જેવા શુષ્ક માણસને દૂરથી જ નમસ્કાર કરવા રહ્યા. આપણું હૃદય છોભીલું પડીને નંદવાઇ જાય એવી દુર્ઘટના ટાળવા જેવી છે. રામના સ્વાગત માટે શબરીનું હૃદય જોઇએ.‘

પાઘડીનો વળ છેડે
મારું હૃદય મંદિર છે.
મારું હૃદય મિસ્જદ છે.
મારું હૃદય ચર્ચ છે.
ભગવાન એટલે જ પ્રેમ.
મારું હૃદય
પ્રેમનું આસન છે.
- મૃહ્યુદ્દિન ઇબ્ન અરબી

સૌજન્ય : દિવ્ય ભાસ્કર 

Wednesday, July 18, 2012

The Amazing Hammer Juggler

 The amazing hammer juggler from Germany. A very practical talent. 
See how nailing is done with 3 hammers.

Der obi-Jongleur by tobbis

Tuesday, July 17, 2012

પ્લાસ્ટીકનું લીંબુ અને મરચું એટલે અંધશ્રદ્ધાનું ઔધોગીકરણ

વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે. હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !) 
 

શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય. 

 

હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ. (આળસુ ભીખારી અબજોપતી બની જાય તો કારમાં ભીખ માંગવા નીકળે તેવો આ મામલો છે. આપણને કમ્પ્યુટર મળ્યું તો તેનો ઉપયોગ પણ આપણે અન્ધશ્રદ્ધાના ફેલાવા માટે કરી રહ્યા છીએ) વીજ્ઞાન અને ટૅકનોલૉજીમાં આપણે અદ્ ભુત પ્રગતી કરી છે. ભગવાનની આરતીનાં નગારાં હવે ઈલેક્ટ્રીક ઉપકરણ દ્વારા વાગે છે. મંદીરમાં દીવા હવે તેલ-ઘીને બદલે ઈલેક્ટ્રોનીક સીસ્ટમથી થાય છે. અન્ધશ્રદ્ધાને પણ આપણા વૈજ્ઞાનીક વીકાસનો લાભ મળી રહ્યો છે. આપણે એવો વીકાસ કર્યો કે અન્ધશ્રદ્ધાનું પણ પુનર્વસન થઈ શક્યું. ગમે તેમ, પણ પ્લાસ્ટીકનાં લીંબુને મરચાંથી નુકસાનના વેપલામાં પણ થોડો ફાયદો થાય છે. સાચાં લીંબુ અને મરચાં માનવીય આહારમાં કામમાં લેવાતી ઉપયોગી શાકભાજી છે. કરોડો રુપીયાના શાકભાજી નીરર્થક બારસાખે લટકીને કમોતે મરે તેનાં કરતાં પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં શાં ખોટાં ?  લીંબુ–મરચાં છાપ અન્ધશ્રદ્ધા નાબુદ જ ન થઈ શકવાની હોય તો એમ વીચારીને રાજી રહો કે દેવને બલી ચઢાવવા માટે જીવતાં મરઘાં કરતાં પ્લાસ્ટીકનો મરઘો શું ખોટો ? તેમાં કોઈ ઝંઝટ નહીં. પૈસા આપો, તૈયાર લીંબુનાં લટકણીયાં ખરીદો અને બારસાખે લટકાવી દો. બસ, આટલું કરો એટલે તમારા 84 લાખ અવતાર સફળ…! તમને કોઈની નજર ના લાગે… કોઈ નુકસાન ન થાય… કોઈ તમારું કાઈ બગાડી ના શકે… ધંધામાં બરકત રહે… દુર્ભાગ્ય સદ્ ભાગ્યમાં ફેરવાઈ જાય…! (પેલાં લીંબુ મરચાં સીવાય) જગતમાં સૌનું કલ્યાણ થઈ જાય… અમારા બચુભાઈએ ત્સુનામી વખતે કહેલું- ‘અટલબીહારી બાજપેયીની ભુલને કારણે આખો દેશ મુશ્કેલીમાં આવી પડ્યો. આપણા રાષ્ટ્રધ્વજની સાથે લીંબુ ને મરચાંનું માત્ર એક લટકણીયું લટકાવી દીધું હોત તો આખો દેશ ત્સુનામીમાંથી ઉગરી ગયો હોત…’ 

 

લીંબુ મરચાંની વાત છોડી માણસની અન્ય માન્યતાઓની થોડી ચર્ચા કરીએ. આપણે ત્યાં સોમનાથ સહીતના ઘણાં મંદીરોના દરવાજા બારથી ત્રણ સુધી બન્ધ રાખવામાં આવે છે. એક સ્થળે મન્દીરમાં મુર્તીને માથે પંખો ફરતો જોઈ મને નવાઈ લાગી. મેં કારણ પુછ્યું. તો પુજારીએ મારા અજ્ઞાન પર હસી કાઢતાં કહ્યું- ‘માણસને પંખાની જરુર હોય તો ભગવાનને નહીં…? એમને પણ તાપ તો લાગે જ ને, એને પણ જીવ છે.. !’ (એ વૃદ્ધ પુજારીને ન આપી શકાયેલો જવાબ આ રહ્યો. હું જાણું છું ત્યાં સુધી વનસ્પતીમાં જીવ છે એવું ડૉ. જગદીશચન્દ્ર બોઝે શોધેલું. પણ મુર્તીમાં જીવ છે એવી શોધ હજી સુધી થઈ નથી. વળી જેને પોતાને તાપ દુર કરવા માટે મેનમેઈડ પંખાની જરુર પડતી હોય તેવો ભગવાન માણસને સંસારના તાપમાંથી શી રીતે ઉગારી શકે ? તમે પ્રભુને માથે પંખો લટકાવીને તેમના અસામર્થ્યની પોલ ખોલી રહ્યાં છો).

 

એક શ્રદ્ધાળુ વૃદ્ધે ધાર્મીક યાત્રા ગોઠવી હતી. તેમને ખબર પડી કે પુરા સાડાત્રણ કલાક પછી મન્દીરના દરવાજા ખુલશે. જો ભગવાનના દર્શન કરવા હોય તો પ્રવાસનો એક દીવસ લમ્બાવવો પડશે. વૃદ્ધ સમ્પુર્ણ શ્રદ્ધાળુ હતા; છતાં તેમના મોઢામાંથી શબ્દો નીકળી ગયા- ‘ભગવાનને વળી આરામની શી જરુર… ?’ પછી તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. પુજારીને જમ્યા બાદ આરામ કરવાની ટેવ હતી. એથી રોજ બપોરે મન્દીર બન્ધ કરી દઈ આરામ ફરમાવતા. આ જાણ્યા પછી કાકા શ્રદ્ધાળુ મટી વ્યવહારુ બની ગયા. ખીસ્સામાંથી સોની પાંચ નોટ કાઢીને (જાણે ભગવાનનો પ્રસાદ હથેળીમાં મુકતા હોય એવા શ્રદ્ધાભાવે) પુજારીના હાથમાં મુકી. પુજારીએ પ્રસન્ન થઈ દરવાજો ખોલી આપ્યો. અને ‘વ્હાઈટ’માં જે દર્શન શક્ય ન બની શક્યા તે ‘બ્લેક’માં કરીને એમણે મુસાફરીનો એક દીવસ બચાવ્યો. એમ કહો કે પાંચેક હજાર જેટલો વધારાનો ખર્ચ થનાર હતો તે એમણે પાંચસો રુપીયામાં પતાવ્યો (શુળીનું વીઘન સોયથી પતાવ્યું..!). 

 

શ્રદ્ધાના કાળા બજાર પણ થઈ શકે. ખરીદતાં આવડે તો બધું જ ખરીદી શકાય. અને ઉઠાડતાં આવડે તો કુમ્ભકરણને શું ભગવાનને પણ ઉઠાડી શકાય ! શરત એટલી તમારા દીલમાં શ્રદ્ધા (?!) હોવી જોઈએ અને દીમાગમાં બુદ્ધી. શ્રદ્ધા બુદ્ધીના રૅપરમાં વીંટળાયેલી હોય તો જ તે ઉપયોગી નીવડી શકે. કો’કે એસ.એમ.એસ. મોકલ્યો હતો.સારો સ્વભાવ શુન્ય જેવો હોય છે. આમ તો એની કશી કીંમત નહીં; પણ એ જેની સાથે હોય તેની કીંમત વધી જાય છે.’ ચલણી નોટની ચાવીથી પુજારી મન્દીરનો દરવાજો ખોલી આપે એમાં વપરાતી બુદ્ધી શુન્ય જેવી ગણાય. બુદ્ધીનું સ્વતંત્ર અસ્તીત્વ શુન્ય જેવું હોય છે. પણ એ જેને સાથ આપે છે તેને માટે ભગવાનના દરવાજા પણ ખુલી જાય છે.

ધુંપછાંવ

એક ખેડુત પોતાની વાડીમાં લીંબુ અને મરચાંની ખેતી કરે છે. એમ. એસ. સી. થયેલા એ ખેડુતે એની વાડીના ઝાંપે લીંબુ અને મરચું લટકાવ્યું છે. બોલો શું કહેવું છે…? લીંબુ અને મરચાંની આખેઆખી વાડીને ઝાંપે પણ લીંબુ અને મરચું…??? !!! (ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત થઈ કે નહીં ?)

-દીનેશ પાંચાલ

Monday, July 16, 2012

Sunday, July 15, 2012

આકાશવાણી

રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું !કનુભાઈ શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે,‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય.લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને જેસીકુષ્ન’બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ ના પાન ક્રમાંક54 પરથી, લેખકન પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અભિવ્યક્તિ માંથી  સાભાર 






Saturday, July 14, 2012

The Dynosphere One Wheeled Car (1932)

Blast from the past (June, 1932): The Dynosphere one-wheel four-seater car.  
Remarkable invention in spherical locomotion, which, it is claimed, will one day revolutionise modern transport.

Friday, July 13, 2012

Death


 
Native : Arnitimba,Wankaner
Currently At : Bhayandar,Mumbai
Name of the deceased : Kumud Arvind Shah
Age : 72 Years
Date of Death : 11-07-2012
Husband : Arvind Devchand Shah
Sons : Aashish, Amit
Daughters-in-Law : Pooja, Mamta
Brothers-in-Law (Diyar) : Kishor, Rasik, Suresh, Vinod
Father :Late Ratilal Fulchand Shah

May her soul rest in peace




અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ ભાયંદર, અરવિંદકુમાર દેવચંદ શાહના ધર્મપત્ની અ. સૌ. કુમુદબેન (ઉં. વ. ૭૨) તે આશિષ, અમિતના માતુશ્રી. અ. સૌ. પૂજા, મમતાના સાસુમા. કિશોરભાઈ, રસિકભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈના ભાભી. પિયર પક્ષે મોરબી નિવાસી સ્વ. રતીલાલ ફુલચંદ શાહના પુત્રી. બુધવાર, ૧૧-૭-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૭-૧૨, શુક્રવારે સાંજના ૪થી ૬. કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે

ઑફિસ પોલિટિક્સની શરૂઆત કેવી રીતે થાય છે ? – મૃગેશ શાહ

આપણું શિક્ષણતંત્ર ભ્રષ્ટાચારમાં પ્રથમ ક્રમાંકે પાસ થાય તેવું છે, એ વાત સર્વવિદિત છે. કૉલેજની ડિગ્રીઓ ભાગ્યના દરવાજા ખોલી નાખશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. અઘરામાં અઘરા ઑપન ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઊંચા માર્ક મેળવનારો યુવાન પણ થોડું જોખમ લઈને પોતાનો નાનકડો બિઝનેસ શરૂ નથી કરી શકતો. માત્ર એટલું જ નહિ, નોકરીમાં જોડાયા પછી પણ સામાન્ય જ્ઞાનનો અભાવ તેને સતત નડતો રહે છે. આ બાબત અંગે એક રસપ્રદ વાત હમણાં એક વાચકમિત્ર પાસે જાણવા મળી. ઘણી બધી ઑફિસોમાં વિવિધ પ્રકારનું રાજકારણ આજકાલ રમાતું હોય છે ! આની શરૂઆત કેવી રીતે થાય છે ?
કૉલેજમાં પ્રવેશ મેળવનાર યુવાન બે પ્રકારના હોય છે. એક તો જેને પુષ્કળ મહેનત કરીને ઊંચું પરિણામ મેળવવું છે અને કારકિર્દી બનાવવી છે. આ પ્રકારના યુવાનો પોતાના કામની જ મતલબ રાખે છે. સખત મહેનત કરે છે. પરિણામ પણ સારું લાવે છે. પરંતુ દુર્ભાગ્યે આ લોકો માત્ર માર્ક્સને જ જીવનનો આધાર ગણીને જીવતા હોય છે. જ્યારે નોકરીમાં કામ કરવાનું આવે છે ત્યારે ત્યાં કોઠાસૂઝની જરૂર પડે છે. ગોખેલું-પુસ્તકિયું જ્ઞાન કેવી રીતે કામ આવી શકે ? ગણિતના દાખલા ગણવાની રીતે ટેક્સ રિટર્ન ફાઈલ થતા નથી. ચોપડીમાં રાગના શબ્દો લખ્યા હોય એનાથી કંઈ સંગીત આવડી જતું નથી અને એ જ રીતે સ્વીમિંગના બધા પાઠો ગોખી નાખવાથી તરવામાં ચેમ્પિયન બની શકાતું નથી. માત્ર ટકાને જ આધારે કોઈ પ્રતિભા નક્કી થઈ શકતી નથી. હવે બીજા પ્રકારના જે યુવાનો કૉલેજમાં આવે છે તે છે મનમોજીલા ! એમને માટે કેમ્પસ એ જ કૉલેજ છે અને ગાર્ડન એ જ ક્લાસરૂમ છે. કૉલેજલાઈફ એન્જોય ન કરી તો જિંદગીમાં કર્યું શું ? – એવો એમનો જીવનમંત્ર છે. ‘જલસા’ એ એમનો પ્રિય શબ્દ છે ! એ લોકો પણ ગમે તે કરીને પાસ થઈ જાય છે અને જોઈતું પરિણામ લાવી દે છે. પરંતુ નોકરીમાં જોડાયા બાદ આ લોકોને કંઈ આવડતું તો હોય નહિ ! એથી એ લોકો શોર્ટકટ અપનાવે છે અને ઉચ્ચ અધિકારીઓ અથવા પોતાની ટીમના લિડર કે પછી અન્ય આસપાસના પરિચિતોની ખુશામત કરવા લાગે છે. એમાં હાસ્યથી લઈને કિંમતી ભેટ સુધીના અનેક શસ્ત્રોનો ઉપયોગ થાય છે અને આ રીતે તેઓ ઑફિસ પોલિટિક્સની શરૂઆત કરે છે. જેમનું નામ વધુ બોલાતું હોય કે ચર્ચામાં હોય, તેઓ હંમેશા ઓછું કામ કરતા હોય છે ! સાચા માણસનું તો કામ જ બોલે છે.
ઈશાવાસ્ય ઉપનિષદનો એક મંત્ર છે કે ‘જેઓ નથી જાણતા તેઓ અંધકારમાં પડે છે, જેઓ જાણે છે તેઓ તો એનાથી મોટા ગહન અંધકારમાં પડે છે.’ કંઈક એવી આ વાત છે ! ગોખી-ગોખીને ટકા લાવનારની પણ જરૂર નથી અને કૉલેજને ટાઈમપાસ સમજનારની પણ જરૂર નથી. દેશને જરૂર છે પ્રતિબદ્ધતાથી કામ કરનાર ત્રીજા પ્રકારના લોકોની કે જેઓ જ્યાં જાય ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે.

Thursday, July 12, 2012

White House Levitation Magic

An extraordinary illusion where Dutch magician Wouter Bijdendijk levitates in front of the White House.


Wednesday, July 11, 2012

મરને કે લિયે કુછ ભી કરેગા – ઈશિતા

અમુક પ્રદૂષણની જેમ કેટલાંક પ્રદૂષણ પણ ઘણાને અકળાવનારાં હોય છે. ઉદાહરણ તરીકે, સિગારેટ ફૂંકવાની, તમાકુ કે ગુટકા ફાંકવાની લત…. આવી નુકશાનકારક આદતોથી ભયભીત થઈ ગયેલા ચેન્નઈના એક વાચકમિત્ર સુરેશ શાહે થોડા સમય પહેલાં ઈશિતાને એક જાહેરાત મોકલી છે. એમાંની વાત તો આમ જાણીતી છે, પરંતુ એની રજૂઆત સિગારેટ-તમાકુ-ગુટકાના બંધાણીને વિચારતાં કરી મૂકે એવી છે. તમે પણ વાંચો…
આનંદો…. આનંદો…. સુવર્ણ અવસર…..
ધૂમ્રપાન તથા તમાકુના બંધાણીઓ માટે એક અનોખી સ્પર્ધા.

પહેલું ઈનામ : મોત

બીજું ઈનામ : ફેફસાનું કૅન્સર

ત્રીજું ઈનામ : અસ્થમા

ત્રણ આશ્વાસન ઈનામ : અંધત્વ, નપુંસક્તા, લકવાની અસર.

સ્પર્ધા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત કરવાનું સ્થળ : પાનની દુકાન.

ઈનામો અર્પણ થશે આદરણીય શ્રી યમરાજ મહારાજના હસ્તે

સ્થળ : સ્થાનિક સ્મશાનગૃહ

આવો, પધારો…..

આ સ્પર્ધામાં ભાગ લો અને દુનિયાની નાની-મોટી તમામ તકલીફોમાંથી તુરંત છુટકારો મેળવો !

સ્પર્ધાયોજક : રા.રા. શ્રી યમરાજ, મોતનિકેતન, નર્ક.

(‘ચિત્રલેખા’ સામાયિકમાંથી સાભાર.)

Tuesday, July 10, 2012

Helicopter Towing Boat

A helicopter pilot tries to tow a stranded boat.
It appears that the rope broke and the helicopter went out of balance. It occurred while shooting a movie with Andres Garcia.


Monday, July 9, 2012

ખારી કૉફી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા


[ ‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. ]
રદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા હતા. એ બધામાં સાવ સામાન્ય દેખાવવાળો અને સાદાં કપડાંવાળો એક યુવાન પણ સામેલ થયો હતો. એ બિચારો એક ખૂણામાં આવેલા ટેબલ પાસે બેઠો બેઠો બધાને જોઈ રહ્યો હતો. કદાચ મનથી થોડીક લઘુતાગ્રંથિ અનુભવી રહ્યો હોય એવું પણ લાગતું હતું.
એ આખી જ પાર્ટીનું મુખ્ય આકર્ષણ એક યુવતી હતી. એ સૌથી રૂપાળી અને ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. પાર્ટીમાં હાજર ઘણા લોકો એની સાથે વાત કરવા તેમ જ હાથ મિલાવવા તલપાપડ હતા. એવું કહેવાય કે લોકો એની આગળપાછળ જ ફરતા હતા. એવું લાગતું હતું કે જાણે એ એક યુવતીના કારણે જ પાર્ટીમાં રોનક છવાયેલી હતી. પેલા છોકરાને પણ એની સાથે વાત કરવાનું મન થયું, પરંતુ પોતાના સામાન્ય કપડાં તેમ જ સીધાસાદા દેખાવનો વિચાર આવતા જ એ ખંચાયો. એકાદ-બે ક્ષણ એમ જ વિચાર કરતો એ બેસી રહ્યો. પછી ગમે તે હોય, અચાનક જ એ પોતાના સંકોચને ખંખેરીને પેલી યુવતી પાસે ગયો. એની સાથે હાથ મિલાવી, એની આંખોમાં આંખો પરોવીને અત્યંત આત્મવિશ્વાસથી એણે વાતો કરી. એટલું જ નહીં, બીજા દિવસે શહેરના સારામાં સારા ગણાતા કૉફીશોપમાં કૉફી પીવા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. એ છોકરાની આંખોમાં ઝળકતા આત્મવિશ્વાસને લીધે હોય કે એની વાતોના કારણે હોય, પરંતુ પેલી યુવતીએ એ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો.
બીજા દિવસે બંને જણ નક્કી કરેલ કૉફીશોપમાં ભેગાં થયાં. આગલા દિવસે ભેગી કરેલી હિંમત જાણે દગો દઈ ગઈ હોય એમ એ યુવક સાવ નર્વસ થઈ ગયો હતો. શું બોલવું, કઈ વાત ઉખેળવી, કઈ રીતે બંને વચ્ચેના મૌનને તોડવું એની કાંઈ જ ખબર ન પડવાથી એ ચૂપચાપ બેઠો હતો. પેલી યુવતીને પણ ખૂબ અકળામણ થતી હતી. એને તો મનમાં થતું હતું કે આના કરતાં તો પોતે આવી જ ન હોત તો સારું હતું. એ ઊભી થવા જ જતી હતી એ જ વખતે વેઈટર કૉફી લઈને આવ્યો. પેલા યુવકે આજુબાજુના ટેબલવાળા સાંભળે એટલા ઊંચા અવાજે વેઈટરને કહ્યું : ‘વેઈટર ! પ્લીઝ, મને કૉફીમાં નાખવા માટે સૉલ્ટ (મીઠું) આપશો ?’ સાંભળીને પેલી યુવતી સહિત બધાને નવાઈ લાગી કે કૉફીમાં મીઠું ? બધાએ આશ્ચર્યના ભાવો સાથે એની સામે જોયું. વેઈટરે પણ મોં પર એવા જ ભાવો સાથે એને મીઠાની ડબ્બી આપી. પોતાથી જરા વધારે પડતા મોટા અવાજે બોલાઈ ગયું છે એ વાતનું ભાન થતાં એ યુવાનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, છતાં નીચું જોઈને એણે પોતાની કૉફીમાં મીઠું નાખી એને ખારી બનાવીને ચૂસ્કી લીધી.

‘આ તો મારા માટે ખરેખર નવાઈ કહેવાય. એમ કહોને કે મેં તો આવું ક્યારેય જોયું જ નથી ! તું નાનપણથી જ આવી ખારી કૉફી પીએ છે ?’ પેલી યુવતી આશ્ચર્યથી બોલી ઊઠી.
‘હા !’ એ યુવાને જવાબ આપ્યો, ‘હું નાનો હતો ત્યારે અમે દરિયાકિનારાના એક ગામમાં બરાબર દરિયાને અડીને જ રહેતા હતા. મારો ઘણો ખરો સમય દરિયાકાંઠે જ વીતતો. મને મારી દરેક વસ્તુઓમાં… અરે, મારી ચામડી પર સુદ્ધાં દરિયાનો સ્વાદ આવતો. મને એ ખૂબ જ ગમતું. એ સ્વાદ બરાબર આ ખારી કૉફી જેવો જ લાગતો. હવે જ્યારે જ્યારે હું સૉલ્ટી (ખારી) કૉફી પીઉં છું ત્યારે ત્યારે મને મારું બાળપણ, મારું ગામ, મારાં મા-બાપ, મારો એ દરિયો અને એનો સ્વાદ એમ બધું જ યાદ આવે છે. હું એમાં પાછો ખોવાઈ જાઉં છું. આજે પણ મારાં ઘરડાં મા-બાપ ત્યાં જ રહે છે.’ આટલું બોલતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આગળ કાંઈ પણ બોલી શક્યો નહીં. પોતાના બાળપણના સ્થળ અને એની યાદો બાબતે કોઈ આટલું ભાવુક હોઈ શકે એ પેલી યુવતીને માન્યામાં જ નહોતું આવતું. આવા અત્યંત પ્રેમાળ યુવકને જોઈ પેલી યુવતીને એના માટે ખૂબ જ આદર અને લાગણી બંને થઈ આવ્યાં. એ જ ક્ષણે એને થયું કે, ‘બસ, આવો યુવાન જ એને પોતાના જીવનસાથી તરીકે જોઈએ છે !’ પોતાના વતન કે માતાપિતાને યાદ કરતી વખતે પણ જેનું હૃદય ભરાઈ આવતું હોય એને પોતાનું ઘર વહાલું જ હોય ! અને એ પછી તો એ પણ ખૂલી ગઈ. એણે પણ પેલા યુવાન સાથે દિલ ખોલીને વાતો કરી.

એ વાતને પછી તો દિવસો વીતી ગયા. બંને જણ મળતાં રહ્યાં અને એક દિવસ પરણી પણ ગયાં. પેલી યુવતી પોતાને ઘણી નસીબદાર માનતી હતી, કારણ કે એ યુવાન તો એની ધારણા કરતા પણ ઘણો વધારે પ્રેમાળ, લાગણીશીલ અને વફાદાર નીકળ્યો હતો. પોતાના નસીબ માટે એ કાયમ ભગવાનનો આભાર માનતી અને સાથોસાથ પોતાના પતિની કૉફીમાં મીઠું નાખવાનું ક્યારેય ભૂલતી નહીં. હા, ક્યારેક વળી એ કૉફી બનાવતી વેળા થોડીક ચાખી લેતી અને એને મનમાં થતું પણ ખરું કે એના પતિને આવો ભંગાર સ્વાદ કઈ રીતે ભાવતો હશે ? તેમ છતાં એ સૉલ્ટી (ખારી) કૉફી બનાવવાનું ક્યારેય ભૂલતી નહીં. એમ જ આનંદ અને સ્નેહથી ભર્યાં ભર્યાં 40 વર્ષ પસાર થઈ ગયાં. એ એવાં સરસ વર્ષો હતાં કે બંનેમાંથી એકેયને એકબીજા અંગે ફરિયાદનો એક મોકો પણ નહોતો મળ્યો. એ પછી જાણે કે કુદરતને એમના સુખની ઈર્ષ્યા આવી ન હોય એમ પેલાને કૅન્સર થયું. મરણ પથારી પરથી એણે પોતાની પત્નીને એક કવર આપ્યું અને પોતે મૃત્યુ પામે એ પછી જ ખોલવું એવી ખાસ તાકીદ પણ કરી. એ પછીના થોડા દિવસોમાં જ પતિ મૃત્યુ પામ્યો.
પેલી યુવતી, જે પોતે પણ હવે 60 વર્ષ વટી ગઈ હતી. એણે એક દિવસ બપોરે પોતાના પતિએ આપેલું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, ‘વહાલી ! તારી માફી માગવા જ આ પત્ર હું લખી રહ્યો છું. તારી સામે આખી જિંદગી મેં એક જુઠાણું ચલાવ્યું છે અને એ એક જૂઠને તારે હવે માફ કરવું જ રહ્યું !’ પેલીને નવાઈ લાગી. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું, ‘તને યાદ છે આપણી પહેલી મુલાકાત ? આપણા શહેરની મશહૂર કૉફીશોપમાં આપણે પ્રથમ વખત મળ્યાં હતાં એ તને યાદ જ હશે. હકીકતે એ દિવસે હું ખૂબ જ નર્વસ થઈ ગયેલો. મને બીક હતી કે મારો સામાન્ય દેખાવ તેમ જ સાવ સામાન્ય વ્યવહારને કારણે તું મને છોડીને જતી રહીશ એટલે એ ગભરાટમાં જ મેં વેઈટરને ખાંડને બદલે મીઠું લાવવાનું કહી દીધું હતું. વળી એ વખતે એ એટલું જોરથી બોલાઈ ગયેલું કે ત્યાર પછી મારું બોલેલું સુધારવાનો પણ કોઈ અવકાશ જ નહોતો એટલે પછી મેં કૉફીમાં મીઠું (સૉલ્ટ) નાખીને જ ચલાવી લીધું. આપણા લગ્નજીવન દરમિયાન ઘણી બધી વાર આ વાત તને કહી દેવાનું મેં નક્કી કરી નાખેલું, પરંતુ કદાચ તું નારાજ થઈ જઈશ તો ? એ બીકને લીધે હું અટકી જતો, પરંતુ હવે મને કોઈ જાતની બીક નથી, એટલે લખું છું કે મને ખારી કૉફી બિલકુલ ભાવતી નથી ! હે ભગવાન ! કેટલો બધો ભયંકર અને ખરાબ સ્વાદ હોય છે એનો ! પરંતુ તારા માટે મને એ બધું જ કબૂલ હતું અને સંજોગો તો જો ! જેનો સ્વાદ મને બિલકુલ પસંદ નથી એ જ ખારી કૉફી મારે જિંદગીભર પીવી પડી ! પરંતુ ડિયર ! મને એનો લેશમાત્ર પણ રંજ નથી, કારણ કે એ ખારી કૉફીએ જ મને તારો આખી જિંદગીનો મીઠો સાથ અપાવ્યો હતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જો એ બીજી વખત જીવન આપતો હોય અને એ જીવનમાં તું જ મારી પત્ની બનવાની હો, તો એ વખતે પણ હું જિંદગીભર ખારી કૉફી પીવા તૈયાર છું, કારણ કે મને તું ખૂબ જ ગમે છે. I really love you dear !’
આંખમાં વરસતાં આંસુઓએ પતિના પત્રને ક્યારે ભીનો કરી દીધો એની પણ એ સ્ત્રીને ખબર ન રહી. એ પછી તો એણે પણ ખારી-સૉલ્ટી કૉફી પીવાની શરૂઆત કરી દીધી. કોઈ એને ક્યારેક પૂછતું કે, ‘સૉલ્ટી કૉફી કેવી લાગે ?’ તો એ હંમેશાં હસીને જવાબ આપતી કે, ‘સ્વીટ ! ખૂબ જ મીઠી !’ અને એ પછી એની આંખોમાં આછાં ઝળઝળિયાં આવી જતાં !

Sunday, July 8, 2012

Flying Cars

 Cars flying over London

Pub Ford - Mondeo (2007) by Tours2piste

Clever ad for the Ford Mondeo.

Saturday, July 7, 2012

હસતાં ચહેરા હવે દુર્લભ બની ગયા છે


હજી આંખમાં જાણે ફરકે છે કોઈ, હજી મીઠું શરમાઈ મરકે છે કોઈ,

વિખૂટાં પડયાં તોય લાગે છે 'ઘાયલ', હજી પણ રગેરગમાં સરકે છે કોઈ.

- અમૃત ઘાયલ



બેપ્રકારના લોકોનો ક્યારેય ભરોસો ન કરવો. એક જે ક્યારેય હસતા ન હોય અને બીજા જે દરેક વાતમાં હસતા હોય. આજે કોઈ વસ્તુની અછત હોય તો એ 'સેન્સ ઓફ હ્યુમર'ની છે. હાસ્યનો જ્યારે દુકાળ પડે છે ત્યારે માણસના ચહેરા પર ન દેખાયએવી તિરાડો ઉપસી આવે છે. જિંદગીને લોકો એટલી બધી ગંભીરતાથી લેવા માંડયા છે કે જિંદગીમાંથી હાસ્ય ગુમ થતું જાય છે.


તમે વિચાર કરી જોજો કે આજે આખા દિવસ દરમિયાન તમે કેટલી વાર હસ્યા હતા? આપણે કેમ કોઈ વસ્તુ હળવાશથી લઈ શકતા નથી? આજના સમયની જો કોઈ કોમન કમ્પ્લેન હોય તો એ છે કે ક્યાંય મજા નથી આવતી. મજા જો અંદર નહીંહોય તો એ ક્યારેય બહારથી આવવાની નથી. તમારે તમારા લોકોને મજામાં રાખવા છે? તો પહેલાં તમે મજામાં રહો. તમે જેવું ઇચ્છતા હો એની શરૂઆત તમારે જ કરવી પડે.


માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે. માણસને હવે હસવા માટે પણ એસએમએસ અને કોમેડી શોની જરૂર પડવા લાગી છે. આપણું હસવું હવે આપણાં હાથની વાત નથી. હસવા માટે આપણને કશાકનોઆધાર જોઈએ છે. વાહિયાત કોમેડી શો જોઈને આપણે હસવાનો ધરાર પ્રયત્ન કરીએ છીએ. હાસ્ય પણ હવે નેચરલ રહ્યું નથી. જો આવું જ ચાલ્યું તો એક દિવસ ગલગલિયાં કરવાં માટે પણ એક્સપર્ટ્સ હાજર હશે. ચાર્જ લઈને એ તમનેગલગલિયાં કરશે. હસવું ચાર્જેબલ થતું જાય છે.


લોકોને હવે કોમેડી ફિલ્મ વધુ ગમવા લાગી છે. લોકો એવી વાત કરે છે કે આપણી ઉપાધિઓ કયાં ઓછી છે કે ફિલ્મ જોઈને કાલ્પનિક ઉપાધિઓ વહોરી લેવી! એના કરતાં કોમેડી ફિલ્મ જોવી સારી. મગજ ઘરે મૂકીને જ જવું ! કેવું છે, આપણને હવેહસવા માટે પણ મગજને ક્યાંક બીજે મૂકવાની જરૂર લાગવા માંડી છે. મગજ જો બોલી શકતું હોત તો કદાચ એ પણ એવું કહેતું હોત કે સારું છે તમે મને થોડો સમય રેઢું મૂકો છો, હું પણ થાકી જાઉં છું.


મગજની વાત નીકળે ત્યારે આપણે એવી વાતો સાંભળીએ છીએ કે માણસ એના મગજનો બહુ ઓછો ઉપયોગ કરે છે. આઈન્સ્ટાઈન કેટલા ટકા મગજનો ઉપયોગ કરતા હતા તેનાં ઉદાહરણો આપીએ છીએ. સવાલ એ નથી કે આપણે મગજનો કેટલો ઉપયોગ કરીએ છીએ, સવાલ એ છે કે આપણે મગજનો કેવો ઉપયોગ કરીએ છીએ. આપણે મગજનો જેટલો ઉપયોગ કરીએ છીએ એટલો બરાબર કરીએ છીએ? મગજના ઉપયોગની ટકાવારીની વાત સાંભળીને એક મિત્રએ કહ્યું કે સારું છે આપણે મગજનો ઓછો ઉપયોગ કરીએ છીએ. આટલા ઉપયોગ પછી પણ આવી હાલત છે તો મગજના પૂરતાં ઉપયોગ પછી શું થાત? કદાચ મગજ જ ફાટી જાત.


માણસ બધી વસ્તુમાં 'ગોલ' નક્કી કરે છે. મારે આટલું હાંસલ કરવું છે. મારે આટલું કમાવવું છે, મારે અહીં પહોંચવું છે. સાથોસાથ હવે માણસે એ પણ નક્કી કરવાની જરૂર છે કે મારે જિંદગીમાં આટલું હસવું છે. જિંદગીમાં મને આટલી હળવાશ જોઈએછે. ધરાર ભારે રહેવાનો કોઈ મતલબ નથી. દુઃખી રહેવું ફરજિયાત નથી. આખી દુનિયામાં ઘણી જાતની સૂચનાઓનાં બોર્ડ લગાવેલાં હોય છે પણ ક્યાંય એવું બોર્ડ હોતું નથી કે અહીં હસવાની મનાઈ છે. આપણે તો હસવાનું હોય ત્યાં પણ સોગિયાંમોઢાં કરીને બેઠાં હોઈએ છીએ. હાસ્યના કાર્યક્રમમાં પણ કેટલા લોકો ખડખડાટ હસી શકે છે? બધાં એવું વિચારે છે કે આપણે કેવા લાગીએ? યાદ રાખો,હસવાથી કોઈ ક્યારેય ખરાબ લાગતું નથી. હાસ્ય તો યુનિવર્સલ છે. હાસ્યની ભાષા એક જ છે.


લાઈફ ઇઝ નોટ સીરિયસ બિઝનેસ. પણ આપણને બધું તલવારના જોરે મેળવવાની આદત પડી ગઈ છે. જાણે હસશું તો કંઈક લૂંટાઈ જશે. સ્ટ્રીક્ટનેસ એ જિંદગીની લાક્ષણિકતા બની ગઈ છે. ક્યાંક કશી મોકળાશ છે જ નહીં એટલે જ આપણને હવેદરેક વસ્તુનો થાક લાગે છે. માણસને ઊંઘથી પણ આરામ મળતો નથી. સવારે ઊઠીએ ત્યારે પણ આપણને થાક વર્તાય છે. આપણે ઊંઘને દોષ દઈએ છીએ, કારણ કે આપણને પોતાની જાતને દોષ દેતાં આવડતું જ નથી. રાતે હસીને ન સૂઈએ તોસવાર ઉદાસ જ ઊગવાની છે.


બાળકને જોજો, એ ઊંઘમાં પણ હસતું હશે. આપણે ઊંઘમાં પણ કણસતા હોઈએ છીએ. આપણાં સપના પણ બિહામણાં બની ગયાં છે. જે જાગતી અવસ્થામાં હળવો નથી રહી શકતો તેની ઊંઘ પણ ભારે હોય છે. માણસ પોતાની જાત સાથે જીવવાનુંભૂલતો જાય છે. આપણે આપણી સાથે જીવીએ છીએ? તેનો જવાબ ના છે. આપણે મોબાઈલ અને લેપટોપ સાથે જીવવા લાગ્યા છીએ. કુદરતથી દૂર થતાં જઈએ છીએ. આપણને હવે દરેક વાતની સીડી જોઈએ છે, પેનડ્રાઈવ જોઈએ છે. આપણને હવેબીજી વસ્તુઓ ડ્રાઈવ કરે છે. આપણું સ્ટિયરિંગ આપણાં હાથમાં જ નથી.


સ્માઈલિંગ ફેઈસ પણ હવે ડિજિટલાઇઝ્ડ બની ગયા છે. ગોળ પીળો ચહેરો આપણે એટેચ કરીને હેવ ફનનો મેસેજ કરી દઈએ છીએ. હાસ્યનો ચહેરો પીળો હોય? કોઈ હસતી વ્યક્તિના ચહેરા પર તમે પીળાશ જોઈ છે? હાસ્યનો ચહેરો તો ગુલાબીહોય.


તમે રોડ પર પસાર થતાં કે તમારી સાથે કામ કરતાં લોકોના ચહેરા પર નજર કરજો, કેટલાં લોકોના ચહેરા પર હાસ્ય હોય છે?ઉદાસી અને ઉપાધિ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. માણસના ચહેરાની ચામડી જડ થતી જાય છે. એકમાણસ બ્યુટિશિયન પાસે ગયો. તેણે કહ્યું કે મારો ચહેરો તંગ થતો જાય છે, મારી સ્કિન ખેંચાય છે. ફેઈસ ડેડ લાગે છે. બ્યુટિશિયને હસીને કહ્યું કે, તમારે એક જ કામ કરવાનું છે. હસવાનું થોડુંક વધારી દો.


ડિપ્રેશનનું સૌથી મોટું લક્ષણ કયું છે? જે માણસ ડિપ્રેશનમાં હોય એ હસી શકતો નથી. તેના ચહેરા પરથી હાસ્ય જાણે અલોપ થઈ ગયું હોય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે જે હસતો નથી એના ડિપ્રેશનમાં જવાના ચાન્સીસ સૌથી વધુ રહે છે.તમારે તમારી જિંદગીને નેચરલ રાખવી છે તો હસતાં રહો.


કેવું છે? માણસને રડવું તરત આવી જાય છે અને હસવા માટે મહેનત કરવી પડે છે. તમારે જો હસવા માટે મહેનત કરવી પડતી હોય તો યાદ રાખજો કે તમારી જિંદગીમાં કંઇક ખૂટે છે. હવે તો માણસ હસવાનું પણ કોઈને સારું લગાડવા માટે કરે છે.માણસ હવે ખોટું હસતા શીખવા લાગ્યો છે. સાચું હસવાનું ભૂલી ગયેલા માણસ કેટલી વાર ખોટું હસતો હોય છે. ઘણા માણસોના તો હાસ્યમાં પણ રમત હોય છે. એટલે જ આપણે કહીએ છીએ કે તેના હસવા ઉપર ન જતો, એના હાસ્ય પાછળ છૂપીક્રૂરતા છે. હસવાનું નાટક કરવું એ સૌથી મોટું પાપ છે. આપણે જ્યારે હસતાં હોઈએ છીએ ત્યારે ખરેખર હળવા હોઈએ છીએ? પાર્ટીઓમાં અને મિટિંગમાં આપણે હસવાના કેટલા નાટક કરતાં હોઈએ છીએ? આવી રીતે હસતાં લોકો કરતાં તો ઉદાસલોકો કદાચ વધુ નેચરલ હોય છે. કમસે કમ એ પોતાની ઉદાસી છુપાવતા તો નથી.


હાસ્યને કૃત્રિમ ન બનાવો. જે કંઈ કોસ્મેટિક છે એ નેચરલ નથી. જેણે મેકઅપ કર્યો હોય એ દેખાઈ આવે છે. એવી જ રીતે ખોટું હાસ્ય પણ પકડાઈ જતું હોય છે. જે પોતાની જાત સાથે જીવી શકે છે એ જ ચહેરા ઉપર સાચું હાસ્ય ઉત્પન્ન કરી શકે છે.તમને જિંદગીથી ભાર લાગે છે? તો એક કામ કરજો, હસવાનું થોડુંક વધારી દો. અને હા ખરાં દિલથી હસજો, હળવાશ લાગશે. યાદ કરો તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા હતા? છેલ્લે ક્યારે હસી હસીને તમારી આંખમાં પાણી આવી ગયાંહતાં? હસવાથી આંખોમાં પાણી આવી જાય ત્યારે જ આપણે ખરા અર્થમાં છલોછલ અને તરબતર હોઈએ છીએ. હાસ્ય તો ચહેરાની ખરી ચમક છે. હસશો નહીં તો ચહેરા ઉપર પણ કાટ લાગી જશે.



પ્રેષક : હિરેન શાહ 

Friday, July 6, 2012

Starwars Mosquito Laser System

 Commercial spoof of the anti-mosquito laser system by the Groen Brothers. 

Thursday, July 5, 2012

“ સારવાર મંદિર “.–સ્વામિનારાયણ સંપ્રદાયના આદરણીય પ્રમુખસ્વામીશ્રીનું સ્તુત્ય, સરાહનીય, પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય


“ સારવાર મંદિર “.
શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરને તાજેતરમાં પચાસ વર્ષ પૂરા થતા આ સુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સંસ્થાના વડા પ્રમુખસ્વામીશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી મંદિરના પરિસરમાં 100 બેડની આધુનિક સુવિધાથી સજજ એક હોસ્પિટલનું ઉદઘાટન થયું.
આ “ સારવાર મંદિર “નું અંદાજીત ખર્ચ પચીસ કરોડ રૂપિયા થશે. જેમાં 250 ઉપરાંત પેરા મેડીકલ સ્ટાફ સાથે એકસો આસપાસ વિવિધ રોગોના નિષ્ણાત ડૉકટરો સેવા આપશે.
પાંચ માળની આ અતિ આધુનિક હોસ્પિટલની એક આગવી વિશેષતા એ પણ હશે કે, આધુનિક એલોપથી સારવાર પધ્ધતિ સાથે આયુર્વેદ અને પંચકર્મ, યોગ, હોમિયોપેથી, નેચેરોપથી જેવી સારવાર પધ્ધતિ વડે પણ ઉપચાર કરવામાં આવશે. આમ એલોપથી સાથે આપણી પારંપરિક ઉપચાર પધ્ધતિનું સંયોજન ધરાવતી આ પ્રકારની દેશભરમાં એક માત્ર હોસ્પિટલ બની રહેશે. વાઢકાપ વગર હ્ર્દયની સારવાર માટે ગુજરાતમાં દુર્લભ એવી એન્હેનસ્ડ એક્સટર્નલ કાઉન્ટર પલ્શેસ્ન ( ઈઈસીપી ‌) સારવાર પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ હોસ્પિટલના ઉદઘાટન ને દિવસે જ શ્રી પ્રમુખસ્વામીજીના ગુરૂ શ્રી યોગીજી મહારાજનો 120મો જન્મ દિન હતો. અને આમ શરીર સાથે મન પણ નીરોગી બને એવી હોસ્પિટલ તૈયાર કરવાનો શ્રી યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો થયો.
“ સારવાર મંદિર “માં લેટેસ્ટ ટેકનોલોજી વડે ફિલ્ટર્ડ સેટ દ્વારા અત્યંત સ્વચ્છ રહેતા પાંચ ઓપરેશન થીયેટરો, કોમન વોર્ડથી ડિલક્સ વોર્ડ સુધી તમામ રૂમમાં એક સરખી અને સમાન સુવિધા સાથે કન્સલટનસી તથા સારવારના અલગ અલગ સ્તરે નીચા દર રાખવામાં આવ્યા છે.
શ્રી પ્રમુખસ્વામીએ દેશ-વિદેશમાં મંદિરો બાંધી સંપ્રદાયને ક્યારેય ના મળ્યો હોય તેવો લોકપ્રિય બનાવવા ભરપૂર પ્રયાસો કરી ઉચ્ચ શિખરો સિધ્ધ કર્યા છે. હવે આ સંપ્રદાય –માત્ર મંદિરો બાંધવાની પ્રક્રિયામાંથી મુકત બની –લોકાભિમુખ અને સમાજને કંઈક નક્કર આપવા તરફ વળી રહ્યો છે તે જાણી વિશેષ આનંદ થાય છે. સાથે જ શ્રીપ્રમુખસ્વામીને આવા નવા અભિગમ માટે, તથા સમાજને નવો રાહ ચીધવા માટે લાખ લાખ ધન્યવાદ સાથે વંદન !
“ સારવાર મંદિર “ માત્ર સંપ્રદાયના અનુયાયીઓ પૂરતું મર્યાદિત ના બની રહે અને દેશની છેવાડેની વ્યકિત સુધી તેનું સેવાકીય કાર્ય ફેલાશે અને અમીરો કરતાં દીન-દુઃખિયા માટે વિના મૂલ્યે અથવા તદન નજીવા દરે આધુનિક તબીબી સારવાર મળી રહેશે તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય !
આપણાં સર્વેનો અનુભવ છે કે, તબીબી સારવાર દિન પ્રતિ દિન અત્યંત ખર્ચાળ થતી જાય છે. એક એવો વર્ગ પણ છે કે માત્ર પૈસાની સગવડ નહિ કરી શકવાને કારણે મૃત્યુ પસંદ કરવું અનિવાર્ય બની રહેતું હોય છે. આવી અત્યંત કરૂણ અને દારૂણ પરિસ્થિતિમાં અનેક પરિવારો ફસાયેલા જોવા મળે છે. તેવા સંજોગોમાં આવા પરિવારો માટે આવા “ સારવાર મંદિરો “ આશીર્વાદ રૂપ બની રહેશે તેમ માનવું વધુ નહિ ગણાય !
આવા “ સારવાર મંદિર “માં સેવા આપનાર ડૉકટરો અને પેરા મેડિકલ સ્ટાફ આજે પ્રવર્તી રહેલા કોમર્શીયલ અભિગમને ત્યજી મીશનરી ઝીલ અને સ્પીરીટ વડે દર્દીઓની સારવાર કરશે તેવી આશા અને અપેક્ષા રહે !
આવા “ સારવાર મંદિરો” ની આસપાસમાં જ દર્દીઓના સગા-વ્હાલા માટે રોકાવાની સગવડ પણ કરવી અનિવાર્ય બની રહેશે તો તે દિશામાં પણ પ્રયાસો કર્યા હશે કે કરવાના રહેશે.
વધુમાં જયારે એક અનોખા અભિગમ સાથે સામાજિક પ્રવૃતિ “સારવાર મંદિરો” બનાવવાની શરૂ થઈ ચૂકી છે ત્યારે આવા “ સારવાર મંદિરો “ની શૃખંલા દેશભરમાં વધુ અને વધુ શહેરોને આવરી લે કે વધુ અને વધુ શહેરોમાં ફેલાય તેવો વ્યુહ વિચારવાનો રહે કે જે અન્ય સંપ્રદાયોને પણ આવી રચનાત્મક દિશામાં સેવાકીય પ્રવૃતિ તરફ વાળવા પ્રેરણા સ્ત્રોત બની રહે !
માત્ર અને માત્ર સંપ્રદાયો વચ્ચે સંપદાયના મંદિરો બાંધવાની સ્પર્ધા આવા “ સારવાર મંદિરો “ બાંધવાની સ્પર્ધામાં પરિવર્તિત થશે તો સાચા અર્થમાં પરમ કૃપાળુ પરમાત્મા સર્વે ઉપર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવસે તે નિઃશંક છે. અસ્તુ !

Wednesday, July 4, 2012

Travis Pastrana Skydives Without A Parachute

 On Sept. 26, 2007, Pastrana jumped out of an airplane over Arecibo, Puerto Rico, without a parachute.

Tuesday, July 3, 2012

સંબંધોને બગાડે છે માણસની અપેક્ષા – તુષાર શુક્લ


[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ધુમ્મસની શેરીમાં ઉજાસ’ માંથી સાભાર. ]

છાપામાં જાહેરાત છપાય છે :
‘નીચેના ફોટાવાળા ભાઈ અમારા કહ્યામાં નથી. એમની સાથે કોઈ લેવડદેવડ કરવી નહિ. કરશો તો અમારી જવાબદારી રહેશે નહિ.’ નીચે સહી કરનાર કાં તો કુટુંબીજનો હોય છે અથવા જે તે વ્યક્તિ જ્યાં કામ કરતી હોય તેના માલિક અથવા શેઠ.

અર્થાત ક્યારેક એકમેકની અત્યંત નિકટ રહેલાઓ વચ્ચે જ આવી જાહેરાતની સ્થિતિ સર્જાતી હોય છે. બંને જણ એકબીજાના અંગતથી પરિચિત હોય છે. ક્યારેક એકબીજાની જવાબદારી નક્કી થઈ હોય છે. આવા સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે વાત ચર્ચાય છે. ચર્ચાનો વિષય બની જાય છે. સંશોધન થાય છે અને એ સવાલ કેન્દ્રમાં આવે છે કે વાંધો ક્યાં પડ્યો છે ? આ સવાલના જવાબમાં, સંશોધનકર્તાનું પોતાનું તાટસ્થ્ય જેટલું જળવાય એટલા જ સત્યની નજીક જઈ શકાતું હોય છે. પૂર્વગ્રહ સાથે શરૂ થયેલ સંશોધન જવાબ કે તારણને પુષ્ટિ આપે તેવાં જ કારણો એકઠાં કરે છે અને સત્ય ક્યાંક દૂર રહી જાય છે.
સંઘર્ષનું શરૂઆતનું બિંદુ સંઘર્ષની ચરમસીમાને સમયે શોધી શકાતું નથી. ધુમાડા વચ્ચે અગ્નિનું ઉદ્દગમસ્થાન સંતાયેલું રહે છે. માત્ર અગ્નિનું પરિણામ નજર સામે બળેલા કાટમાળ રૂપે દેખાય છે. આ કાટમાળની મુલાકાત લેનારા ઘણા હોય છે પણ એને કાટમાળમાં ફેરવનાર અગ્નિના આરંભને આગોતરા ઓળખી એને સમયસર સમજણના જળથી ઓલવનારા બહુ ઓછા હોય છે. એના કરતાં તો કેરોસીનના શીશા હાથવગા કરાવી આપનાર અને પવન નાખનારા વધુ હોય છે. એ લોકોને આગનો તાપ દઝાડતો નથી, અંદર શાતા આપે છે. આજે જેણે બાળ્યું છે એનું જ કાલે બળે તો ત્યાં પણ એ પોતાની રોટલી શેકી શકવાની મનોવૃત્તિ ધરાવે છે. એમને આગ ધુમાડો ગમે છે એટલે એ કેરોસીન, દીવાસળી અને પવન પોતાની સાથે જ લઈને ફરે છે. એમને બળે એમાં આનંદ આવે છે. કોનું બળ્યું એ કરતાં કેટલું બળ્યું એ એમના રસનો વિષય છે. અને બળવાનાં કલ્પિત કારણોની ઉઘાડી ચર્ચા એમની અંદરની હીન રસવૃત્તિને સંતોષે છે. જગતમાં આગથી જેટલું નુકશાન નથી થયું ને તેટલું આ આગ જોઈને રાજી થનારાઓથી થયું છે.

છાપામાં છપાયેલા ફોટા નીચેની નોટિસમાં એક વાક્ય ખૂબ મહત્વનું છે અને આ એક જ વાક્ય આ આખીય ઘટનાના મૂળમાં છે. ‘ઉપરના ફોટાવાળા નીચે સહી કરનારના કહ્યામાં નથી.’ – ઘણું દર્દ સાથે લખાયું હોય છે આ વાક્ય. દર્દનું કારણ એક જ છે : ‘અમારા કહ્યામાં નથી.’ કહ્યામાં ન હોવું એટલે શું ? કહ્યું ન કરવું તે. કહ્યા પ્રમાણે ન વર્તવું તે. આ રીતે વર્તનારની હવે પછીની કોઈ પણ વર્તણૂંક માટેની જવાબદારી લેવાય નહિ. કહ્યા પ્રમાણે કરતા હતા ત્યાં સુધીની વાત બરોબર હતી. કહ્યા પ્રમાણે કરનારથી ફાયદો થતો હતો. હવે, કહ્યા પ્રમાણે ન કરનારાથી નુકશાન થવાનો ભય છે. આવી વ્યક્તિની જવાબદારી ન લેવાય. કહ્યા પ્રમાણે ન કરીને એ એની ફરજ ચૂક્યો છે. હવે એને આવો કોઈ હક રહેતો નથી. વર્ષોનો સંબંધ, પરિચય, ઓળખાણ બધું જ મિથ્યા – માત્ર એક કારણ : કહ્યામાં નથી. આપણા સંબંધોને કેવી કેવી અપેક્ષાઓ આભડી ગઈ છે ? કોઈ સાથે સંબંધાયા કે તરત અપેક્ષાએ જન્મ લીધો જ સમજો. સંબંધાયા એટલે જન્મેલી આ અપેક્ષાકુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે છે ને રાતે ન વધે એટલી દિવસે વધે છે. એને કોઈ હદ નથી. મર્યાદા નથી. એક અપેક્ષા સંતોષાય કે તરત બીજી જન્મ લે. બીજી પણ સંતોષાવી જ જોઈએ કારણ કે પહેલી સંતોષાઈ હતી. પહેલી સંતોષાઈ હતી કારણ કે સંબંધાયા છીએ. આપણે એ રીતે વિચારી જ નથી શકતા કે પહેલી અપેક્ષા સંતોષાઈ કારણ કે તે સમય-સંજોગોમાં એ શક્ય હતું. સંભવ હતું. કોઈક અપેક્ષાનું સંતોષાવું શક્ય ન પણ હોય એવીય શક્યતા હોય એનો સ્વીકાર જ નથી. અહીં તો અપેક્ષા જાગી કે બીજાએ સંતોષવી જ રહી. અપેક્ષા સંતોષાય તો જ સંબંધ સચવાય.
અલબત્ત, આવું બંને પક્ષેથી થાય તો જ સંબંધ સચવાય એવું આપણે માનતા નથી. જેની પાસેથી રખાયેલી અપેક્ષા ન સચવાયા બદલ આપણે આટલા અકળાયા છીએ, એણે પણ એવી અપેક્ષા નહીં રાખી હોય કે આ વખતે તમારી અપેક્ષા પ્રમાણે નહીં વર્તી શકવાનાં એનાં કારણો કે સંજોગોને તમે સમજશો ? આપણે અપેક્ષાના સંતોષ-અસંતોષ બાબતે આક્ષેપબાજી કરી શકીએ છીએ તો એના વિષે પોતાના મનની વાત સ્વસ્થતાપૂર્વક, મોકળાશથી ચર્ચી શકાય તેમ મૂકી ન શકીએ ? આક્રોશમાં જ આપણે પ્રગટ થઈ શકીએ ? બે પુખ્ત વ્યક્તિ વચ્ચે અસરકારક પ્રત્યાયન સધાવું સરળ હોવું જોઈએ. અંત્યતિક પગલું બંનેના હૃદયને ઠેસ પહોંચાડે છે અને અણગમાની કે અભાવની ગાંઠ ગંઠાતી રહે. ગાંઠ ઉકેલવાની એક માત્ર આવડત ધીરજ છે. ધીરજની જનની સમજણ છે. સમજણ હશે તો ધીરજ કેળવાશે. ધીરજ હશે તો ગાંઠ જરૂર ઊકલશે. સમજણ હશે તો નવી શરૂઆતની સંભાવના રહેશે. દરવાજા ખોલવામાં કે ખોલાવવામાં, દરવાજાની બંને બાજુએ ઊભેલી વ્યક્તિને સંકોચ ન થાય એનું નામ જ સાચો સંબંધ. સંબંધ એટલે સમ્યક બંધ. બંને બાજુએથી સરખા જોડાયેલાં હોવું તેનું નામ સંબંધ છે. સંબંધ એકપક્ષી ન હોય. અન્ય સહુને આપણા કહ્યામાં રહેવું જ એવો આગ્રહ અહંકારમાંથી જન્મે છે. અહંકારને જ આપણે અધિકારનું રૂપાળું નામ આપ્યું છે. આપણને આપણા અધિકારો યાદ રહે છે, આપણી ફરજો યાદ નથી રહેતી. કોઈ સંસ્થામાં પોતાની ફરજો બજાવવાની જાગૃતિ દર્શાવતા દેખાવો નથી યોજાતા, અધિકારને નામે લડવા સહુ તૈયાર હોય છે. ક્યારેક ક્યારેક ‘સ્વચ્છતા સપ્તાહ’ ઊજવાય છે, ત્યારે હસવું આવે છે. સ્વચ્છતા સચવાય એ તો પ્રત્યેક નાગરિકની ફરજનો ભાગ છે. સ્વચ્છતા સપ્તાહ તો સ્વચ્છતાનું કામ કરનારા કર્મચારીનું ગૌરવ કરવા માટે ઊજવાય તે જરૂરી છે.
કહ્યું કરાવવાનો આગ્રહ હઠાગ્રહ બને છે ત્યારે સંઘર્ષનો આરંભ થાય છે એમ માનવું ભૂલભરેલું છે. આવા હઠાગ્રહીઓ જે કહ્યું કરે તેવાઓની શોધમાં હોય છે અને એવા એમને આવી ય મળે છે. આવા આવી મળનારાને પોતાનો સ્વાર્થ હોય છે. આવા સ્વાર્થ અને સગવડ માટે રચાયેલા સંબંધની શરૂઆત જ આવનારા સંઘર્ષના મૂળમાં હોય છે. કહ્યું કરવા પાછળનો સ્વાર્થ સંતોષાતાં દૂર જવા મથનારને પકડી રાખવા જતાં અવિવેક અને અનાદરનું પ્રદર્શન કરાવતો સંઘર્ષ આકાર લે છે. એકનો હેતુ સરી ગયો છે, એને હવે જવું છે. બીજાનો અહંકાર હજી ભૂખ્યો છે, એ જવા દેવા માંગતો નથી. ત્યાં ટકરાવ સહજ છે. ટકરાવની સ્થિતિ આવા સ્વાર્થભૂખ્યા વચ્ચે જ સર્જાય છે એવું નથી. ક્યારેક જે હેતુ માટે સંબંધાવાયું હોય તેનાથી અલગ પડવાનું, એ આદર્શથી ઉફરા ચાલવાનું લાગે ત્યારે પણ છૂટા પડવાનું ઉચિત જણાય છે. ભેગા થવા પાછળનાં કારણો અને છૂટા પડવાનાં કારણોને ઊંડાણથી તપાસવાનો વિવેક હોય ત્યાં સંઘર્ષ ટળી શકાય છે. દામ્પત્યમાં છૂટાછેડાનાં કારણો અને એક થવાનાં કારણો ઘણીવાર એક જ હોય છે ! પહેલાં જેમાંથી પ્રેમની સુગંધ આવતી હોય છે એમાંથી જ પછી અધિકાર અને આશંકાની દુર્ગંધ છૂટતી અનુભવાય છે. વિચારશીલ દંપતી હોય તો એને ઓળખી જઈ, કારણનો જ ઉપચાર કરી નાખે છે. એમને છૂટા પડવું પડતું નથી. રાજીખુશીથી જોડાવું કે કહ્યામાં ન રહેવા બદલ છૂટા થવું તે બંને સાવ અંગત બાબત છે. એનાં પ્રદર્શન ન હોય. કહ્યામાં ન રાખવાનો આગ્રહ રાખનાર કોઈના ય કહ્યામાં રહેતા નથી. એમના પોતાના પણ. સ્વવિવેકના કહ્યામાંથી ય એ બહાર નીકળી જાય છે ત્યારે એમણે કરેલો અવિવેક એમનો તો ‘વટભર્યો વહેવાર’ જ લાગે છે, કારણ કે, એમાં હા જી હા ભરનારા એમની આગળ પાછળ જ ફરતા હોય છે. એમની વાહ વાહના ઘોંઘાટ પાછળ પેલો વિવેક જાળવવાની વાત સૂચવતો સ્વર ક્યાંય દબાઈ જાય છે. અને જો ભૂલથી આવો સ્વર બલવત્તર બને તો બહુમતી એને દબાવવા સક્ષમ છે. ત્યારે છાપામાં ફોટા છપાય છે અને નીચે લખાય છે : કહ્યામાં નથી.
કોઈને ય સતત એકધાર્યું કોઈના ય કહેવામાં રહેવું ગમતું નથી. એ શક્ય પણ નથી. એનો આગ્રહ પણ ન હોય. હઠાગ્રહ તો જરાય નહિ. પિતાની કાર્યશૈલીથી પુત્રની પદ્ધતિ જુદી પડવાની જ. પિતાએ માત્ર એ જોવાનું કે પદ્ધતિ પ્રગતિના માર્ગે લઈ જાય છે કે અવનતિના. અવનતિનો માર્ગ ઓળખાય તો સમયસર પુત્રને ચેતવાય. ચેતવું ન ચેતવું એ એની મરજી છે. કેટલાક જાતે જ પડીને શીખે છે. કેટલાક અનુભવીની સલાહ પણ ધ્યાનમાં લઈને અંગત નિર્ણય લે છે. કેટલાક નિર્ણય ગણતરીપૂર્વકના હોય છે તો કેટલાક સાહસપૂર્ણ. પણ, પિતા અને પુત્ર, પતિ અને પત્ની જેવા અતિ નિકટના સંબંધોમાં પણ આવી ક્ષણો આવતી જ રહેવાની. એનો ઉકેલ કાઢવામાં જ આપણી સમજની કસોટી થાય છે. ઓળખ થાય છે. ‘કહ્યામાં નથી’ની જાહેરાત માત્રથી સંબંધ પૂર્ણ નથી થતા. વાંચનારા રાજી થાય છે. કોઈ વળી સહાનુભૂતિ વ્યક્ત કરે છે તો કોઈને કારણ જાણવાનું, કૂથલી કરવાનું કુતૂહલ થાય છે. બધામાં સરવાળે આપણે જ પીડાવાનું થાય છે. સંબંધનું ગૌરવ જળવાય તે રીતે સંબંધાવું ને છૂટા પડવું તે જ પુખ્તતાની નિશાની છે. કોઠી ધોવાથી કાદવ જ નીકળે. ઘરનાં ગંદાં વસ્ત્રો જાહેરમાં ન ધોવાય. કાળી ચૌદશે ઘરનો કંકાસ ચાર રસ્તે મૂકવા જનારા અણસમજુ એમ માને છે કે ઘરમાંથી કંકાસ ગયો ! પણ એ ચાર રસ્તે પહોંચ્યો એ ન સમજાયું ?

Monday, July 2, 2012

Cave Jumping

 Freefall drops at the Cave of Swallows, a 1200 feet deep cave situated in a rainforest in San Luis Potosí, Mexico.

Sunday, July 1, 2012

રસ્તા પર મળતા પેમ્ફલેટ વિષે

રોજ સાંજે લગભગ છ- સાડા છ ની આજુ બાજુ ઓફીસ થી નીકળવાનું થાય. નજીક માં જ આવેલા બસ સ્ટેન્ડ પર પહોચી દસ મિનીટ બસ ની રાહ જોઈ ઘર બાજુ આવતી કોઈ પણ (પહેલી) બસ માં બેસી જવાનું આ મારો નિત્યક્રમ.
ઓફીસ ની બહાર ચા-પાણી ની લારીઓ, રીક્ષા વાળા, છાપા-ચોપડી નો સ્ટોલ અને અલગ-અલગ સ્કીમ્સ ના ‘ફરફરીયા’ તરીખે ઓળખાતા પેમ્ફલેટ આપતી ટોળકીઓ -  આ કોમન દ્રશ્ય. એમાં કોઈ જ ફેરફાર જોવા ન મળે.
આજે પણ એવું જ હતું.
અલગ હતી તો એક વાત. વરસાદ ના કારણે ટ્રાફિક વધી ગયો, રસ્તા જામ થઇ ગયા અને થોડી વાર વધારે રાહ જોતું ઉભું રહેવું પડ્યું. એટલામાં એક બાર-તેર વર્ષ નો છોકરો (સામેથી) પેમ્ફલેટ દેવા આવ્યો. કોઈ બેંક ની પર્સનલ લોન અંગે નું હતું. મને પણ આપ્યું. મારી સાથે જ નીકળેલા બીજા ચાર પાંચ કલીગ્સ ને પણ આપ્યું. મેં રાબેતા મુજબ વાંચ્યા વગર વાળી ને ખિસ્સા માં મૂકી દીધું. કોઈ એ વાંચ્યું હશે, ખબર નહિ. પણ ઘણાખરા એ ત્યાં જ રસ્તા ઉપર ફેકી દીધું. એમ જ .
અત્યાર સુધી ની વાત બહુ જ સાદી અને ‘નોર્મલ’ કહી શકાય તેવી છે. પછી જે જોયું એ મને ઘણો સમય યાદ રહી જવાનું હતું.
પેલા પેમ્ફલેટ વેચતા છોકરા એ નીચે પડેલા (રાધર, લોકો એ ફેકેલા) પેમ્ફલેટસ પાછા ભેગા કરવાનું ચાલુ કરી દીધું. લોકો ફેકતા જાય, એ ઉપાડતો જાય, પાછા  પેમ્ફલેટ લોકો ને આપતો જાય અને લોકો વાંચીને કે વાંચ્યા વગર એને ફેકતા જાય – આવું થોડી વાર ચાલ્યું. બીજા ચાર ઉમર માં મોટા માણસો પણ પ્રચારના  કાગળિયાં આપતા હતા, લોકો એમની પાસેથી લેતા પણ હતા અને રાબેતા મુજબ ફેકી પણ દેતા હતા. અને આ બધું ઓફીસ ની બરાબર બહાર નીકળતા જ.
મારાથી ન રહેવાયું. મેં પેલા છોકરા ને પૂછ્યું, ‘તું આ બધા નીચે પડેલા પેમ્ફલેટસ કેમ ઉપાડી લે છે?’. એણે જે જેવાબ આપ્યો તે ભારત ના સંવિધાન માં લખવો જોઈએ. એ કહે ‘સર, મૈં લોગો કો એ દેતા હૂં. ઉનકો પઢના ના પઢના ઉનકી મર્ઝી. પર અગર વોહ એ રસ્તા ગંદા કરેંગે તો વોહ તો મેરી ઝીમ્મેદારી હૈ ના. ક્યુંકી ઉનકો યહ મૈને દિયા હૈં’
હું કશું બોલી ના શક્યો. બોલવા જેવું કશું હતું જ નહિ. ઓફીસ ની બહાર ના જ રસ્તા પર જ્યાં-ત્યાં કાગળ ફેકીને સાથે બસ ની રાહ જોતા કલીગ્સ કોઈ આઈ. આઈ. ટી અને આઈ. આઈ. એમ. પાસ-આઉટ પ્રોફેશનલ્સ હતા / છે, પણ (અ)મને આ નાનો છોકરો કંઈક શીખવી રહ્યો હતો. ઉદાહરણ દ્વારા. લીડીંગ બાય એકઝામ્પલ.
વધુ વાત કરું એટલા માં મારી બસ આવી ગઈ. પણ મેં જોયું કે છોકરા એ પાછળ દફતર પહેરેલું છે. મને જાણીતી શંકા ગયી, મેં એણે કહ્યું કે તારો ફોન નંબર આપ. એણે આપ્યો. બસ માં બેસી થોડી શાંતિ થઇ એટલે મેં એણે ફોન કર્યો અને પૂછ્યું કે તું શું કરે છે? તારું નામ શું? એ કહે ‘મેં સાતમું ધોરણ પાસ કર્યું. અત્યારે વેકેશન છે એટલે આ કામ કરું છું. અને થોડા દિવસો માં મારી સ્કુલ ખુલશે.’
મારે વધારે કશું પૂછવાની જરૂરત જ ના રહી. ગુડલક વિશ કરી ને મેં ફોન કટ કર્યો. પણ પછી કલાકો સુધી જે વિચાર્યું છે એ અહિયાં મુકું છું:
- રસ્તા પર (કે ગમે ત્યાં) મળતું માર્કેટિંગ પેમ્ફલેટ લેવું કે ના લેવું એ આપણા ‘હાથ’ ની અને મરજી ની વાત છે. આપણો પૂરો રાઈટ છે દેનાર ને ના પાડવાનો. પણ એક વાર લીધા પછી એણે જ્યાં-ત્યાં ફેકી રસ્તો ગંદો ના કરવો એ આપણી ડ્યૂટી બને છે.
– ‘મારા એક ના કરવાથી શું ફેર પડે છે. આખો દેશ થોડો સુધરશે?’ – આવું પૂછનાર ને એટલું જ કહેવાનું કે ‘ભાઈ (કે બહેન) એમ તો તારા કશું પણ કરવાથી (કે ન કરવાથી) કોઈ જ ફેર નથી પડવાનો. નથી પડતો, ઇન ફેક્ટ. ઓફીસ જાય કે ના જાય. અન્ના હજારે નું ફેન પેજ લાઈક કરે કે ના કરે. કોઈ જ ફેર નથી પડવાનો. બધી વસ્તુ ઓ બહાર ફેર પાડવા માટે કરવાની નથી હોતી? થોડુક અંતરાત્મા (કોન્શિયસ કે પછી કન્સાઇન્સ) માં પણ સમજીએ તો કામ સહેલું બને !
– કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. કામ કરનાર પણ નહિ (અહી ઉમર ને કોઈ નિસ્બત છે જ નહિ). વિદ્યાર્થી ઓ ભણતા ભણતા ફ્રી સમયમાં કામ કરી શકે એવી એક આખી ઇકો-સીસ્ટમ ફોરેઇનમાં છે જ. આપણે ત્યાં આવે તો એને આવકારવી જોઈએ. મોંઘી ઇન્ટરનેશનલ સ્કૂલો માં ભણતા વિદ્યાર્થીઓ (અને એ વિદ્યાર્થી ઓ ના પેરેન્ટ્સએ) લાઈફ-સ્ટાઈલ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ જેવી – એટલે કે ભણતા ભણતા કામ કરવાની – અપનાવવી જોઈએ.
– અને છેલ્લે, ઓફીસ માં ચા-કોફી ના વપરાયેલા પેપર કપ્સ જેમ વાકા-વળી ને ડસ્ટ-બિન માં ફેંકીએ છીએ, તેવી જ રીતે ઓફીસ ની બહાર પણ આપણો કચરો ડસ્ટ-બિન માં ફેકીયે.