Tuesday, May 21, 2013

હાસ્યામૃત ! – સંકલિત


શિક્ષક : રેડિયો અને ન્યૂઝપેપરમાં શું ફેર છે ?
વિદ્યાર્થી : ન્યૂઝપેપરમાં ખાવાનું વીંટાળીને રાખી શકાય છે.
******
આધુનિક લગ્નો કેવા હશે ? એક નમૂનો….
પંડિત : ‘શું તમે બંને ફેસબુક પર તમારું સ્ટેટ્સ બદલીને મેરિડ કરવા તૈયાર છો ?’
યુવક-યુવતી : ‘હા, અમે તૈયાર છીએ.’
પંડિત : ‘બસ, તો લગ્ન થઈ ગયાં !’
******
યુવતી પરફ્યુમ લગાવીને બસમાં ચઢી એટલે યુવકે કોમેન્ટ કરી :
‘આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ થાય છે.’
યુવતી : ‘તોય માખો પીછો નથી છોડતી….’
******

મોન્ટુ એની ગર્લફ્રેન્ડને ફરવા લઈ ગયો. ખૂબ સરસ હોટલમાં જમ્યા પછી એણે કહ્યું :
‘હું તને કંઈક કહેવા માગું છું. નારાજ તો નહીં થાય ને ?’
ગર્લફ્રેન્ડ : ‘નહીં, નહીં; કહો શું કહેવા માગો છો ?’
મોન્ટુ : ‘આ બિલ અડધું અડધું કરી લઈએ ?’
******
ઘરમાં ચોર આવ્યા અને જયની પત્નીને પૂછ્યું :
‘તારું નામ શું છે ?’
પત્ની : ‘સાવિત્રી.’
ચોર : ‘મારી માતાનું નામ પણ સાવિત્રી હતું. હું તને નહીં મારું. તારા પતિનું નામ શું છે ?’
જય : ‘આમ તો મારું નામ જય છે, પણ પ્રેમથી લોકો મને ‘સાવિત્રી’ જ કહે છે.’
******
પિન્ટુ : ‘યાર, બધા ગુનેગારો ગુનો કર્યા પછી તેમની આંગળીઓનાં નિશાન કેમ છોડી જાય છે ?’
મોન્ટુ : ‘મને લાગે છે કે તે બધા અભણ હશે, નહિતર સહી છોડીને જાય ને ?!’
******
મોન્ટુ : ‘પિન્ટુ, તને ખબર છે મંદિરની બહાર ચંપલ રાખવામાં અને મિસ કોલ આપવામાં કઈ વાત સમાન છે ?’
પિન્ટુ : ‘ના, ખબર નથી.’ મોન્ટુ : ‘બંનેમાં ડર લાગે છે કે કોઈ ઉપાડી ન લે.’
******
જય અને વિજય બંને સગા ભાઈઓ એક જ કલાસમાં ભણતા હતા.
શિક્ષક : ‘તમે બંનેએ પિતાજીનાં નામ અલગ-અલગ કેમ લખ્યાં છે ?’
જય-વિજય : ‘મૅડમ, પછી તમે અમને એમ કહો છો કે અમે નકલ કરીએ છીએ…..’
******
પિતા : ‘બેટા, એક સરસ જૂઠ બોલ. જો મને ગમશે તો હું તને પાંચ રૂપિયા આપીશ.’
દીકરો : ‘લો, કેવી વાત કરો છો ? હમણાં તો તમે દસ રૂપિયા કહ્યા હતા….’
******
જીવનની ફિલોસોફી…
જીવનમાં હંમેશાં યાદ રાખજો કે……
એક પેન ખોવાય તો નવી લાવી શકાય છે, પરંતુ જો પેનનું ઢાંકણ ખોવાય તો તે બજારમાંથી નવું લાવી શકાતું નથી…..
******
માસ્ટર ડિગ્રીના પદવીદાન સમારંભમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કેવી સ્પીચ આપવી જોઈએ ?
સ્ટુડન્ટ : ‘સૌથી પહેલાં તો મારે ‘ગુગલ’નો આભાર માનવાનો. ત્યાર બાદ ‘કોપી-પેસ્ટ’ સુવિધાનો અને છેલ્લે ‘ઝેરોક્સ’ મશીનનો ખૂબ ખૂબ આભાર. થેન્કયુ….’
******
પ્રિન્સીપાલ : ‘જો સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે તો આપણી ગમે તેવી ઈચ્છા પૂરી થાય છે.’
સ્ટુડન્ટ : ‘જવા દો ને સાહેબ, જો એવું હોત તો તમે મારા સસરા હોત !’
******
એક છોકરો ઘરની બહાર મોટા છરા વડે રમતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાકાએ કહ્યું : ‘બેટા, આવી ખતરનાક ચીજ વડે તારા જેવા બાળકે રમવું ના જોઈએ.’
છોકરો : ‘તમને ખબર છે ? મારા દાદા 105 વરસ સુધી જીવ્યા હતા.’
કાકા : ‘કેવી રીતે ?’
છોકરો : ‘એ બીજાની વાતમાં માથું નહોતા મારતા એટલે !’
******
સન્તા : ‘જો હું કોફી પીઉં તો મને ઊંઘ જ ના આવે.’
બન્તા : ‘મારું ઊંધું છે, હું ઊંઘી જાઉં તો પછી મારાથી કોફી જ ના પીવાય.’
******
ઈતિહાસના સર બિમાર પડ્યા. સાયન્સના સરે ઈતિહાસનું પેપર કાઢ્યું.
પહેલો જ સવાલ કંઈક આ પ્રમાણે હતો : ‘બાજીરાવ પેશ્વાની આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગોનાં નામો લીટીઓ દોરીને દર્શાવો !’
******
ડૉક્ટર : ‘તમારો માથાનો દુઃખાવો કેમ છે ?’
દર્દી : ‘એ તો હમણાં પિયરમાં છે….’
******
ટ્રેનમાં પાટિયું માર્યું હતું : ‘બિના ટિકિટ યાત્રા કરનેવાલે હોશિયાર…..’
બન્તા કહે : ‘વાહ જી વાહ ! ઔર ટિકિટ લેનેવાલે બુદ્ધુ ?’
******
ટીચર : ‘આજે વિશ્વનું પર્યાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે આવનારી પેઢીનાં બાળકોને વાઘ, સિંહ, જીરાફ, ગેંડા જેવાં પ્રાણીઓ કદી જોવા જ નહિ મળે.’
ટીનુ : ‘તો અમે એમાં શું કરીએ ? બોલો, અમે કોઈ દિવસ એવી ફરિયાદ કરી કે અમને ડાયનાસોર નથી જોવા મળતા ?’
******

 સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.