Thursday, August 1, 2013

આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?…

કાર્યકારી અધ્યક્ષ એ કાંઈ નવી વાત નથી! ‘રામાયણ’માં ભરત પોતે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા અને રામના વતી પોતે વહીવટ સંભાળ્યો હતો. પરંતુ એની પાછળની ભાવના આજના શ્રીનિવાસન કે દાલમિયાની ભાવના કરતા અલગ હતી. 
આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?… 
-રામસીતાએ વનમાં જવું જ ના પડત! અને જો જવું જ પડ્યું હોત તો અયોધ્યાથી બહુ દૂર જવું ન પડ્યું હોત! અયોધ્યા નગરીની બહાર આવેલા કોઈ ફાર્મહાઉસને, ઠરાવ પસાર કરીને જંગલની વ્યાખ્યામાં લાવી દીધું હોત! રામસીતા અને લક્ષ્મણ માટે ત્યાં એસીની સગવડ વાળી ઝૂંપડી બાંધી દીધી હોત. 
-હનુમાન, સુગ્રીવ, અંગદ વગેરેનો સલામતી દળમાં સમાવેશ થઈ ગયો હોત! બાકીના વાનર, રીંછ વગેરે રિઆલીટી શોમાં પોતપોતાની કરતબો દેખાડતા હોત. 
-રાવણ સાથે સંધી થઈ ગઈ હોત કે: એલઓસી પાર કરીને અયોધ્યાની હદમાં આવવું નહિ. એ સિવાયના દેવ કે દાનવના કોઈ પણ પ્રદેશમાં મન પડે એમ કરવું. અયોધ્યાની વિદેશ નીતિ મુજબ  અયોધ્યાની સરકાર એમાં માથું મારશે નહિ.
– રાવણ સીતાજીનું હરણ કરવાના બદલે સીતાજી જે વિસ્તારની ઝૂંપડીમાં એકલા હોય એ આખા વિસ્તાર પર જ પોતાનો કબજો જમાવી દેત. અને ત્યારે આ નેતાઓ ઠાવકાં ઠાવકાં નિવેદનો કરતા હોત કે- સીતાજીનું હરણ થયું છે એવું ટેકનિકલી કહી ન શકાય! હા, સીતાજીના નિવાસસ્થાનની આસપાસના અલ્પ અને અવાવરું વિસ્તાર પર દબાણ થયું હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ, એ તમામ સમસ્યાઓનો ઉકેલ વાટાઘાટો દ્વારા આવી જશે. ચિતાનો કોઈ પ્રશ્ન જ નથી.
સૌજન્ય : અસર બ્લોગ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.