Friday, August 9, 2013

મ્યુનીસીપાલીટીના પાયાના સિદ્ધાંતો (વર્કસ મેન્યુઅલમાંથી સાભાર)

૧) વરસાદ શરું થાય પછી ખોદકામ શરું કરવા.
૨) એક જગ્યાએ ખોદકામ શરું કરી એને અધૂરું મૂકી નવી જગ્યાએ ખોદવું.
૩) જે ખોદયા વગર પડ્યા હોય તેવા સ્વયંભૂ ખાડાઓ અને ભૂવાઓ જનતાના દર્શન માટે ઓછામાં ઓછાં મહિના સુધી ભરવા નહી.
૪) જે વિસ્તારમાં પાણી ભરાતા હોય ત્યાંની વરસાદી ગટર રસ્તા-ડામરના કામ વખતે ઢાંકી દેવી અને પાણી ભરાઈ જાય પછી એક મજુરને ત્રિકમ લઈ એ આખા વિસ્તારની ગટરો ખોદવા મોકલવો.
૫) વરસાદ બંધ થાય પછી ઝાડ વાવવા. પછી ચોમાસામાં ટેન્કરથી પાણી છાંટવું. આ બધું ટ્રાફિક સૌથી વધારે હોય ત્યારે કરવું.

-અધીર અમદાવાદી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.